राष्ट्रीय

કોંગ્રેસનો મોસ્ટ વોન્ટેડ આરોપી બન્યો એમનો જ લાડલો ઉમેદવાર-નિલેશ કુંભાણી…! હાજિર હો…

કોંગ્રેસનો મોસ્ટ વોન્ટેડ આરોપી બન્યો એમનો જ લાડલો ઉમેદવાર-નિલેશ કુંભાણી...! હાજિર હો...

હાલમાં ગુજરાતમાં ચુંટણીનું રાજકારણ ગરમાયું છે.જેને ઠડાં કરવાના પ્રયનતો ચાલી રહ્યા છે. અલગ અલગ નેતાઓ આવીને માહોલ શાંત કરવા મથી રહયા છે. એમાં વળી રોજ નવા વિવાદો સામે આવી રહયા છે. હજુ ધારાસભ્ય રૂપાલાની વિવાદિત ટિપ્પણીનો મામલો થાળે પડ્યો નથી એમાં સુરતના કોંગ્રસ ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ રિજેક્ટ થતા ફરી હોબાળો મચી જવા પામ્યો છે. 

હવે તો લોકસભાની ચૂંટણી માટે સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત એપિસેન્ટર બન્યું છે, એમ પણ કદાચ લખી શકાય . કોગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવું અને ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યાના કારણે સુરત બેઠક દેશમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. તો બીજી તરફ સુરતમાં પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

બે દિવસ પહેલાં કુંભાણીના ઘરે બેનર સાથે વિરોધ કરાયો હતો તો આજે વરાછા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર કુંભાણી વોન્ટેડના બેનરો જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ ચૂંટણી પ્રચાર માટે સરથાણા વિસ્તારમાં હોર્ડિગ્સ યથાવત્ રખાયા છે જેના પર સુરતનો સારથી નિલેશ કુંભાણી પણ જોવા મળી રહ્યું છે.

સુરત લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી નું ફોર્મ રદ થયાં બાદ મેદાનમાં બાકી રહેલા ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લેતાં ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. આ ઘટના બાદ કોંગ્રેસની આબરુનું સતત ધોવાણ થઈ રહ્યું છે. હજી સુધી કોંગ્રેસના મોટા નેતાઓ કુંભાણી સામે બોલવા તૈયાર નથી તો બીજી તરફ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બે દિવસ પહેલાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ નિલેશ કુંભાણી ગદ્દાર છે તેવા બેનર સાથે કુંભાણીના ઘર પર વિરોધ કર્યો હતો. જ્યારે આજે વરાછા વિસ્તારમાં આપના નેતા દિનેશ કાછડિયાએ આને ઓળખો; આ છે લોકતંત્રનો હત્યારો-ગદ્દાર તેવા લખાણ સાથેના બેનર લાગ્યા છે. આ ઉપરાંત બેનરમાં લખ્યું છે કે, સુરત લોકસભાનાં 19 લાખ મતદારોના હકનો સોદો કરનારને ઓળખો અને જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડો તેવા લખાણ લખવામાં આવ્યા છે.

Related Articles

Back to top button