હિમતનગર

તલાટીઓની હડતાલનો ઉકેલ લાવવા કોંગ્રેસની માંગણી, પ્રજાને પડી રહી છે ભારે હાલાકી..

કે વી સિંધવાણી

આજ રોજ હિંમતનગર તાલુકા/શહેર કોંગ્રેસના આગેવાનોએ હડતાલ પર ઉતરેલા તલાટી કમ મંત્રીઓની  મહાકાલી મંદિર, હિંમતનગર ખાતે મુલાકાત કરી હતી. જેમની માંગણીઓ ઘ્યાને લઇ તેમને સમર્થન આપેલ છે.

ગ્રામ્ય કક્ષાએ સામાન્ય માણસને દાખલા કઢાવવા,૭-૧૨ના ઉતારા જેવા  વિવિધ દાખલાઓ માટે હાલાકી ભોગવી રહ્યા છે જેથી સરકાર તલાટી કમ-મંત્રીશ્રીઓની માંગણીઓને નિરાકરણ લાવી સામાન્ય પ્રજાને પડતી હાલાકી જલ્દીથી દૂર કરવામાં આવે એવી હિંમતનગર કોંગ્રેસ પક્ષની સરકાર સમક્ષ માગણી કરી છે. જેમાં  હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ, તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા,  જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ,પૂર્વ ઉમેદવાર કમલેશભાઈ પટેલ, વિપક્ષ નેતા અજમેલસિંહ, પોપટભાઈ, મહેશભાઈ, ગિરીશભાઈ, મુકેશભાઈ, મુદસ્સરભાઇ, કુમાર ભાટ સમેત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Back to top button