સાબરકાંઠામાં પણ વિધાનસભા ચૂંટણીની હલચલ અને દોડાદોડી શરૂ થઇ ગઇ છે. હમણાં જ આપના કેજરીવાલે સાબરકાંઠા પધારીને વિવિધ ગેરંટીઓ આપી હતી. અને હવે કોંગ્રેસ દ્વારા બેઠકોનો દૌર શરૂ થયો છે. ભાજપ પણ સાબરકાંઠા સર કરવા રણનીતિ ઘડી રહ્યું છે.
વિગતે જોઇએ તો, હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસી નેતા તુષાર ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.જે રાહુલ ગાંધીના પરિવર્તન સંકલ્પ કાર્યક્રમના આગમનને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું..
ઉપરાંત કોંગ્રેસ 10મીએ બંધનું એલાન આપ્યું છે. તે સંદર્ભે પણ આજની આ બેઠકમાં જિલ્લામાં પણ 10મીએ વેપાર ધંધો બંધ રહે તેવી અપીલો કરવામાં આવી રહી છે. ૧૦ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના ગુજરાત બંધના એલાન માટે પણ બેઠક યોજાઇ હતી….
બેઠકમાં જિલ્લાના કોંગ્રેસના હોદ્દોદારો હાજર રહ્યાં હતા.તંમે ચૂંટણી લડશો કે કેમ એવા સવાલના જવાબમાં તુષારે કહ્યું કે, પક્ષ દ્રારા કહેવામાં આવશે તો લડશે. ખેડબ્રહ્મા માંટે મેં ટીકીટની માંગણી કરી નથી તેથી કાંઇ નક્કી નહિ પરંતુ દક્ષિણ ગુજરાતમાં ચોક્કસ ચૂંટણી લડીશ.




