राष्ट्रीयદહેગામ

દહેગામ તાલુકાના સરપંચ એસોસિએશનના કમિટીની રચના કરાઇ…

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ….

દહેગામ તાલુકાના સરપંચ એસોસિએશનના કમિટીની રચના તેમજ જિલ્લા પંચાયત સદસ્ય કિરીટસિંહ બિહોલાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જબરજસ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના સરપંચ એસોસિયન કમિટીની રચના દહેગામથી નરોડા જવાના મુખ્ય માર્ગ ઉપર લીલા રાવ પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સાથે સાથે આ કાર્યક્રમની દૈદિપ્યમાન બનાવવા માટે જિલ્લા સદસ્ય કિરીટસિંહ બિહોલાની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં સરપંચ એસોસિયાના કમિટીની રચના ઉપપ્રમુખ અને મંત્રી મહામંત્રી અને ખજાનચીની રચના કરીને તેમને ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજના કાર્યક્રમમાં દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ એપીએમસી ચેરમેન સુમેરુભાઈ અમીન દહેગામ તાલુકા પંચાયત પ્રમુખ કેતનભાઇ પટેલ દેહગામ તાલુકાના ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ જિલ્લાના ભાજપના મંત્રી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ જિલ્લા સદસ્ય ભારતસિંહ ઝાલા દેગામ તાલુકાના સરપંચો તેમજ ભાજપના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

આજના કાર્યક્રમમાં સરપંચ એસોસિયન કમિટીની રચના કરવામાં આવતા સરપંચોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી હતી અને કિરીટસિંહ બિહોલાનો જન્મદિવસ હોવાથી કેક કાપીને આ કાર્યક્રમને ખુબ સફળ  બનાવવામાં આવ્યો હતો અને આટલી વિશાળ સંખ્યામાં પ્રથમ વખત દહેગામ તાલુકાના સરપંચો ઉપસ્થિત રહેવા પામ્યા હોય તેવું નજરે પડતું હતું.  આ પાર્ટી પ્લોટમાં બેસવાની પણ જગ્યા હતી નહીં એટલી વિશાળ સંખ્યા જોવા મળતી હતી અને સરપંચોના પ્રમુખ એવા અશોક સિંહ અને કેતન પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button