
અરવલ્લીના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલ જીનીયસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આજરોજ તા.૦૫/૦૯/૨૦૨૩ ને મંગળવારે જન્માષ્ટમી કાર્યક્રમની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી.

યુગપુરૂષ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને નંદ ઘેર આનંદ ભયો.. જય કનૈયાલાલકી ના નાદ સાથે ગુજરાતી, અંગ્રેજી તેમજ કોમર્સ વિભાગના શિક્ષકમિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રોએ ઊજવણી કરી હતી…
જન્માષ્ટમી પર્વના મુખ્ય મહેમાન તરીકે શાળાના ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ પટેલ સાહેબે ભગવાન શ્રી કૃષ્ણની આરતી દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી. શાળાના કેમ્પસ ડાયરેક્ટર દીવ્યુલભાઈ પટેલ સાહેબ, ગુજરાતી માધ્યમના સંચાલક શ્રી સરોજભાઈ પટેલ સાહેબ, શાળાના આચાર્ય જીતુભાઈ પ્રજાપતિ, અંગ્રેજી માધ્યમના આચાર્ય અજીતભાઇ નાયર સાહેબ તેમજ કોમર્સ વિભાગના શિક્ષકમિત્રો હાજર રહ્યાં હતા.

ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના બાળકો દ્વારા મટકીફોડ કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ગુજરાતી પરંપરા અનુસાર ગરબારાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.




