હિંમતનગરમાં ઉજવણીઃ બંધારણના ઘડવૈયાને કેમ કરી ભૂલાય…કોટિ કોટિ વંદન હો….
હિંમતનગરમાં ઉજવણીઃ બંધારણના ઘડવૈયાને કેમ કરી ભૂલાય...કોટિ કોટિ વંદન હો....
6 ડિસેમ્બર એટલે આપણાં દેશના બંધારણના રચિયતા એવા ડૉ બાબાસાહેબ આંબેડકરના 67મા મહા પરી નિર્વાણ દિવસ પર વિશ્વના દરેક જિલ્લા અને તાલુકા માં કાર્યક્રમો યોજાયા હતા એજ રીતે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે પણ પોસ્ટ ઓફિસ નજીક આવેલ જુની સિવિલ સર્કલ ખાતે .ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થળ ખાતે પુષ્પાજંલિનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં બહુજન સમાજ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અનિલ ભાઈ પરમાર, ઉપ-પ્રમુખ પિયુષભાઈ પરમાર .જિલ્લા સંગઠન મંત્રી ગુણવંતભાઈ વણકર. વિધાનસભા પ્રમુખ રાહુલ સિંહલ . તેમજ કમલેશભાઈ પરમાર, SSD જિલ્લા અધ્યક્ષ સહિત નવિનભાઈ પરમાર, પ્રભુ કાકા, સાથે સાથે જિલ્લાના દરેક બહુજન સંગઠનોના કાર્યકરો એક થઈ ફૂલહાર કરી જોરશોર સાથે જય ભીમ અને બાબાસાહેબ અંમર રહો..ના સુત્રોચ્ચાર કર્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




