અરવલ્લીના મોડાસાના બાકરોલકંપા પાસે કોઇ અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. અને તરેહ તરેહની વાતો શરૂ થઇ હતી
વિગતે જોઇએ તો યુજીવીસીએલના થાભલા પર લટકતી હાલતમાં કોઇ અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી.જેના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતા. અને શું છે, કોની છે એવી ચર્ચા થતી હતી.આ અંગે મોડાસા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.દરમ્યાન અજાણ્યા પુરૂષના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી.




