
કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ગઈ કાલે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુઓ વિશે કંઈક એવું કહ્યું, જેના પછી તેમની મુશ્કેલીઓ વધી રહી છે. ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીના હિંદુઓ અંગેના નિવેદન બાદ દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી.
મોડી રાત્રે ગુજરાતમાં પણ રાહુલ ગાંધી વિરૂદ્ધ દેખાવો શરૂ થયા હતા. બજરંગ દળના કાર્યકરોએ ગુજરાતમાં રાહુલ ગાંધી વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા છે. અને આજે બપોર પછી કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની વચ્ચે જોરદાર પત્થરમારો અને ઘર્ષણની ઘટના થતાં સૌ કોઇ ચોંકી ગયા હતા. પોલીસને બન્ને પક્ષોના કાર્યકરોને કાબુમાં લાવવા માટે બળનો ઉપયોગ કરવો પડ્યો હતો. એક ટીવી ચેનલે પત્થરમારો કરી રહેલા ભાજપના કાર્યકરો માટે રાજકીય ગંડાઓ એવો વારંવાર ઉલ્લેખ કરીને ભાજપ પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો હતો.
રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલા નિવેદને તેમના માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. દિલ્હીમાં વિપક્ષી નેતાઓના વિરોધનો સામનો કર્યા બાદ હવે રાહુલ ગાંધીને ગુજરાતમાં પણ વિરોધનો સામનો કરવો પડશે. મોડી રાત્રે બજરંગ દળના કાર્યકરો અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્યાલયમાં પ્રવેશ્યા હતા અને ત્યાં પોસ્ટરો લગાવ્યા હતા. આ સિવાય રાહુલ ગાંધીના ચહેરા પર પહેલાથી જ લગાવેલા બોર્ડ પર પણ કાળો કૂચડો લગાવવામાં આવ્યું હતું.




