બંગાળની “વાઘણ” મમતાદીદી ફરીથી ઘાયલ.. આ વખતે માથામાં વાગ્યું..રાજકીય હાહાકાર….
બંગાળની “વાઘણ” મમતાદીદી ફરીથી ઘાયલ.. આ વખતે માથામાં વાગ્યું..રાજકીય હાહાકાર....
બંગાળથી એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં બંગાળના મુખ્યમંત્રીની કારને ખરાબ હવામાનને કારણે અકસ્માત સર્જાતા રાજકીય હાહાકાર મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ દીદી બર્ધમાનથી કોલકાતા પરત ફરતી વખતે ઘાયલ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વરસાદના કારણે મમતા બેનર્જી હેલિકોપ્ટર છોડીને કારમાં પરત ફરી રહ્યા હતા.નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણીઓ વખતે તેમને પગમાં વાગતા ભાજપ પર આરોપ મૂક્યો હતો. જો કે આ વખતે આવો કોઇ આરોપ તેઓ મૂકી શકે તેમ નથી.
દરમિયાન ધુમ્મસને કારણે કારની બ્રેક લગાવતી વખતે મમતા બેનર્જીને માથામાં ઈજા થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મમતાના કાફલામાં બીજી કાર આવવાના કારણે ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવવી પડી હતી. જેના કારણે તેમને કપાળના ભાગે ઈજા થઈ હતી.
સૂત્રો અનુસાર મુખ્યમંત્રી મમતા બેનર્જી એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે બર્ધમાન જિલ્લામાં ગયા હતા. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા પરત ફરનાર હતા , પરંતુ ખરાબ હવામાનના કારણે તેઓએ રોડનો રસ્તો પસંદ કરવો પડ્યો હતો. અને એ દરમિયાન અકસ્માત થયો જોકે કહેવામાં આવી રહ્યું છે કે ઈજા બહુ ગંભીર નથી.




