sabarkathaराष्ट्रीय
વાત જાલિયા ગામનીઃ ગાયનો જીવ બચાવવા બદલ સમગ્ર ટીમને અભિનંદન…
વાત જાલિયા ગામનીઃ ગાયનો જીવ બચાવવા બદલ સમગ્ર ટીમને અભિનંદન...
જાલિયા ગામના વતની ઠાકોર ભીખાજી સોનાજીની 8 વર્ષ ની ગાયને ફેણ વાળો ગેસ થઈ જતા તે મોતના મુખમાં ધકેલાઇ ગઇ હતી. તેમણે ગાયને બચાવવા તાત્કાલિક દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાંનો સંપર્ક કર્યો. જેમાં . ડૉકટરની પ્રાથમિક તપાસના અંતે નિદાન થયું કે, તેને તાત્કાલિક રુમેનોટોમી નામનું ઓપરેશન કરવું પડે તેમ હતુ.
પશુધનને બચાવવા આ ઓપરેશન ડૉ. એઝાજ બી. મેમણ અને પાયલોટ કમ ડ્રેસર ભગતસિંહ દ્વારા કરવામાં આવ્યું. અને 4 કલાકની ભારે જહેમત બાદ ગાયનુ સફળ ઓપરેશન કરી ગાય નો જીવ બચાવાયો હતો. સમગ્ર ટીમને અભિનંદન.




