गुजरातराष्ट्रीय

જુગારનો ગણનાપત્ર કેસ શોધી કાઢતી અંજાર પોલીસ, 3 આરોપીઓ પકડાયા

રિપોર્ટ:જયેશ ધેયડા...

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા તથા પુર્વ – કચ્છ ગાંધીધામના ઈ.પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ચૌધરી અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેસો શોધવા સુચના કરેલ હતી.

જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર એસ. ડી.સિસોદીયા સા.નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે મેઘપર ( બો ) માં આવેલ નિર્મલનગર જલારામ મંદિરની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં અમુક ઇસમો જાહેરમાં ગંજીપાના વડે રૂપીયાની હાર – જીતનો જુગાર રમી રમાડે છે જેથી હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી મુદ્દામાલ મળી આવેલ અને મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીઓમાં ( ૧ ) અરવિંદભાઈ રતાભાઈ ધવડ ઉ.વ .૩૨ (રહે.નિર્મલનગર મેઘપર ( બો ) તા.અંજાર) (૨) પરબતભાઈ ભારૂભાઈ બારોટ ઉ.વ .૪૫ (રહે.એ વન ફર્નીચરની બાજુમાં આદિપુર મુળ રહે દાત્રાણા તા સાંતલપુર જી પાટણ) (૩) જેસાભાઈ ભીખાભાઈ મકવાણા ઉ.વ .૪૫ (રહે.મ.ન .૯૭ જલારામ સોસાયટી મેઘપર ( બો ) તા.અંજાર)નો સમાવેશ થાય છે.  કબ્જે કરેલ મુદામાલમાં ( ૧ ) કુલ્લ રોકડા રૂપીયા– કિ.રૂ .૧૬,૬૦૦ /નો સમાવેશ થાય છે.

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી.સિસોદીયા સાથે તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

Related Articles

Back to top button