સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા. જે.આર. મોથાલીયા તથા પુર્વ – કચ્છ ગાંધીધામના ઈ.પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ચૌધરી અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેસો શોધવા સુચના કરેલ છે.
જેઅન્વયે પોલીસ ઇન્સપેક્ટર એસ. ડી.સિસોદીયા સા.નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે સવાસર નાકા પાસે નીરવ જોટાની હોસ્પિટલ નીચે ખુલ્લામાં અમુક ઇસમો જાહેરમાં ધાણી – પાસા વડે રૂપિયાની હાર – જીતનો જુગાર રમી રમાડે છે જેથી હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી આરોપીઓની સાથે મુદ્દામાલ મળી આવેલ અને મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પકડાયેલ આરોપીઓ : ( ૧ ) ઘનાભાઈ દેવશીભઈ રબારી ઉ.વ .૨૫ રહે.અજાપર તા.અંજાર ( ૨ ) કેશુભાઈ હરીલાલ ગોસ્વામી ઉ.વ .૫૨ રહે.મતીયાનગર દબડા વિસ્તાર અંજાર ( ૩ ) સીધીક હુશેન ધોબી ઉ.વ .૩૨ રહે.શેખટીંબો શાળા નંબર ૧૦ ની બાજુમાં અંજાર અને ( ૪ ) વિજય કાંતીભાઈ ગણાત્રા ઉ.વ .૫૭ રહે.ભીડનાકા , સલીમભાઈ જુના લુઘડા વેચવા વાળાની બાજુમા ભુજનો સમાવેશ થાય છે. કબ્જે કરેલ મુદામાલમાં ( ૧ ) કુલ્લ રોકડા રૂપીયા– કિ.રૂ .૧૭,૪૦૦ નો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી .સિસોદીયા સાહેબ સાથે તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .




