સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલીયા તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરી અંજાર વિભાગ-અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેશો શોધવા સુચનાઆપી છે.
જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયા અંજાર પોલીસ સ્ટેશન નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે , શેખટીંબો ગળાસીયા ફળીયામાં ખુલ્લામાં લાઈટના અંજવાળે અમુક ઇસમો જાહેરમાં ગંજી પાના વડે તીન પત્તીનો રૂપીયાની હાર – જીતનો જુગાર રમતા હોવાની ચોકકસ હકીકત આધારે સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી
કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપી : ( ૧ ) દાઉદ જાનમામદ નાઈ ઉ.વ .૩૨ રહે.મીઠીરોહર તા.ગાંધીધામ તથા નાશી ગયેલ આરોપીઓમાં : ( ૨ ) ઈબ્રાહીમશા ઈસ્માઈલશા શેખ રહે શેખટીંબો અંજાર ( ૩ ) હુસેનશા હાજીશા શેખ રહે શેખટીંબો અંજારનો સમાવેશ થાય છે.
કબ્જે કરેલ મુદામાલમાં : ( ૧ ) રોકડા રૂપીયા .૧૫,૩૦૦ / * એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૧૫,૩૦૦ / જપ્ત કરવામાં આવ્યાં છે.
-આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા




