અકસ્માતઃ આ રીતે ગટરના તૂટેલા ચેમ્બરમાં કાર ફસાઇ…લોકોએ ઉંચકીને બહાર કાઢી….
અકસ્માતઃ આ રીતે ગટરના તૂટેલા ચેમ્બરમાં કાર ફસાઇ...લોકોએ ઉંચકીને બહાર કાઢી....
આજે શુક્રવારના રોજ હિંમતનગરની જૂની જિલ્લા પંચાયત શૌચાલય આગળ રોડ પર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની પાણી આપવા માટેની પાઇપલાઇન માટેના વાલ્વનો ચેમ્બર બનાવવામાં આવ્યું છે જે ચેમ્બર પર મૂકવામાં આવેલું ઢાંકણ અનેકવાર તૂટી જાય છે જેને લઇને રોડ પરથી પસાર થતા વાહનો વાહન ચાલકોને ભારે મુશ્કેલી સહન કરવી પડે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શુક્રવારે આ રોડ પરથી એક કાર પસાર થતી હતી ત્યારે રોડ પરની ચેમ્બરનું ઢાંકણ તૂટી ગયું હતું જેને લઇ કારનું પાછળ ટાયર ચેમ્બરમાં ઉતરી ગયું હતું અને કારને નુકસાન થયું હતું તો બીજી તરફ ચેમ્બરમાંથી કારને બહાર કાઢવા માટે આજુબાજુના લોકોએ આવી કારને ઊચી કર્યા બાદ કારનું ટાયર બહાર આવ્યું હતું. હવે તૂટી ગયેલા ઢાંકણા ને લઈને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવામાં આવે વારંવાર આવી ઘટનાઓ ન સર્જાય તેના માટે પાણીનો વાલ્વ બનાવેલા ચેમ્બર દાખલાને બદલે લોખંડની જાળી બનાવવામાં આવે તેવી લોક માગણી છે જે હોય તે આ અંગે બંને તંત્ર કંઈક જાગે તેવી પણ લોકોની માગણી છે




