राष्ट्रीय

હરિયાણામાં શ્રદ્ધાળુથી ભરેલી બસમાં આગ ભભૂકી ઊઠી… 10 જીવતા હોમાયા ,

હરિયાણામાં શ્રદ્ધાળુથી ભરેલી બસમાં આગ ભભૂકી ઊઠી... 10 જીવતા હોમાયા ,

હરિયાણામાં ગઈ મોડી રાત્રે કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસવે પર નુહના તાવડુ ખાતે શ્રદ્ધાળુથી ભરેલી બસમાં લગભગ 1.30 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઊઠી હતી. જોત જોતામાં બસમા લાગેલી આગ વિકરાળ બની હતી. ભીષણ આગ લાગતા બસમા સવાર મુસાફરોને બહાર નીકળવાનો પણ સમય મળ્યો નહી. ભીષણ આગમાં 10 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા, જ્યારે 25થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

ઘાયલોએ જણાવ્યું કે બસમાં 60 લોકો સવાર હતા. આ તમામ શ્રદ્ધાળુ સગા-સંબંધી હતા અને પંજાબ-ચંદીગઢના રહેવાસી છે. તેઓ મથુરા-વૃંદાવનની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા. ચાલુ બસમાં જ્વાળાઓ જોતા સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. લોકોએ પણ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.

ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.તાવડુ ગામના કેટલાક રહેવાસીઓએ જણાવ્યું કે જ્યારે તેઓએ બસને આગ લાગતી જોઈ ત્યારે તેઓએ ડ્રાઈવરને બોલાવીને તેને રોકવા માટે કહ્યું, પરંતુ બસ ઉભી રહી ન હતી. ત્યારબાદ બાઈક દોડાવીને બસનો પીછો કર્યો અને ડ્રાઈવરને જાણ કરી. ત્યાં સુધીમાં આગ ખૂબ ફેલાઈ ગઈ હતી.

ગ્રામજનોનું કહેવું છે કે તેઓએ પોતાની રીતે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને પણ માહિતી આપવામાં આવી હતી. ત્યાં સુધીમાં ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમાંથી ૧૦ લોકો મૃત્યુ પામ્યા હતા. દાઝી ગયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત બાદ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને મેડિકલ કોલેજ, નલ્હાર લઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ રાતના લગભગ 2 વાગ્યા હોવાથી . બસમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના લોકો સૂઈ ગયા હતા. ત્યારે અચાનક બધા બૂમો પાડવા લાગ્યા અને બસના દરવાજા પાસે પહોંચ્યા તો બસનો દરવાજો બહારથી બંધ હતો. આ પછી બસમાં અફરાતફરી મચી ગઈ હતી. કોઈક રીતે લોકો બારીનો કાચ તોડી કૂદી પડ્યા હતા. બહુ બધા માણસો અંદર ફસાઈ ગયા, જેના કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા લોકો દાઝી ગયા.

 બસમાં મહિલાઓ અને બાળકો સહિત 60 લોકો સવાર હતા. તે બધા નજીકના સગા હતા, જેઓ પંજાબના લુધિયાણા, હોશિયારપુર અને ચંદીગઢના રહેવાસી હતા. શુક્રવાર-શનિવારે રાત્રે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. રસ્તામાં તેમની બસમાં આગ લાગી અને તે ધુમાડાથી ભરાઈ ગઈ. કોઈ કશું સમજી શકતું ન હતું. લોકો બારીઓ તોડીને બહાર કૂદી પડ્યા. બહાર કુદ્યા અને હાઇવે પર ઘણા લોકો પાસે મદદ માંગી, પરંતુ કોઈએ મદદ કરી નહીં. લોકો માત્ર વીડિયો બનાવતા જ રહ્યા.

Related Articles

Back to top button