આજે નશામુક્તિ દિવસે જ ૫.૩૦ લાખના એમ ડી ડ્રગ્સ પકડાયા……
આજે નશામુક્તિ દિવસે જ ૫.૩૦ લાખના એમ ડી ડ્રગ્સ પકડાયા......

દર વર્ષે ર૬મી જૂને માદક દ્રવ્યોનો દુરઉપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી કરવા સામે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય નશામુક્તિ દિવસ અંતર્ગત સરકાર ૨૦ થી ૨૬ જૂન દરમિયાન નશામુક્ત ભારત અભિયાનનું આયોજન કરે છે. પરંતુ આવા કાર્યક્રમોનું આયોજન માત્ર પેપર પર જ દેખાય છે તેની અમલ નજરે ભાગ્યેજ જોવા મળે છે.
તાજેતરમાં ગુજરાતના અલગ અલગ દરિયાકાંઠેથી લાખોનું ડ્રગ્સ મળી આવવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન શહેરના નારોલ વિસ્તારમાં આજે નશામુક્તિ દિવસે જ ૫.૩૦ લાખના એમ ડી ડ્રગ્સ પકડાયા છે. મળતી માહિતી મુજબ નારોલ સર્કલ પાસે આવેલી શિવ એસ્ટેટના પાછળના ભાગે એ વ્યક્તિ છૂટકમાં એમ ડી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા સાંકડો ગોઠવીને આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલો આરોપીનો મૂળ વ્યવસાયે ઇલેક્ટ્રીશીયન છે અને પાછલા ૬ મહિનાથી તે ડ્રગ્સ સાથે સકળાયેલો છે એમ તેણે પોલીસ તપાસમાં જણાવ્યું હતું. હાલ પોલીસે તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઇલેક્ટ્રીશીયનની વધુ તાપસ કરતાં તેણે કબૂલ્યું હતું કે તે મધ્યપ્રદેશના રતલામનો ગજનફર ઉર્ફે શાલુ વાહીદઅલી ખાન છે. અને તે નારોલ પાસે રહે છે. શાલુ રતલામના અબરાર પાસેથી ૫૩ ગ્રામ એમડી ડ્રગ્સની ખરીદી કરીને તેના પડીકા બનાવી છૂટક વેચાણ કરવા લાવ્યો
હતો. પોલીસ દ્વારા મધ્યરાત્રિએ વોય ગોઠવવામાં આવી તે સમયે ડ્રગ્સનું વેચાણ કરનાર રતલામનો અબરાર નાસી છૂટવામાં
સફળ થયો હતો જ્યારે પોલીસ ડ્રગ્સની ખરીદી કરનાર શાલુને રંગેહાથ પકડી પડ્યો હતો. શહેરની એસઓજી ક્રાઇમ પોલીસે ડ્રગ્સની ખરીદી કરનાર શખ્સની ધરપકડ કરીને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.




