sabarkathaराष्ट्रीय

7.65 લાખના મુદ્દામાલ સાથે બિજુડા ગેંગને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા

7.65 લાખના મુદ્દામાલ સાથે બિજુડા ગેંગને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લામાં બે મહિના પહેલાં વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રાજપુર ગામે બે મકાનમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરી તેમજ તાજેતરમાં ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાઓ ઉપર ધાડ તેમજ લુંટના બનાવ બનેલ હોય જે ગુન્હાઓના કામે તમામ જગ્યાઓની સ્થળ વિઝીટ કરી આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી. વિડીયો ફુટેઝ, ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારો મારફતે તપાસ કરતાં સદર ગુન્હાઓ બિજુડા ગેંગ ધ્વારા કરવામાં આવેલાનું જણાઇ આવેલ હોય જે અંતર્ગત નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ, સાબરકાંઠા નાઓએ જીલ્લામાં બનેલ સદર ગુન્હાઓ આચરેલ બિજુડા ગેંગને પકડી સદર ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પો.ઈન્સ. એ.જી.રાઠોડ એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઈ.  ડી.સી.પરમાર, એલ.સી.બી. તથા પો.સ.ઈ.  આર.કે.રાવત નેત્રમ કમાન્ડ કંટ્રોલ તથા એ.એસ.આઇ. દેવુસિંહ, બ્રિજેશકુમાર, હિમાંશુરાજ તથા હે.કો. વિનોદભાઈ, કલ્પેશભાઈ તથા પો.કો. હિમાંશુ, પ્રવિણસિંહ, પ્રહર્ષકુમાર, નિરીલકુમાર, દર્શન, હરસિધ્ધસિંહ તથા ડ્રા.પો.કો. નરેન્દ્રસિંહ, ચંન્દ્રસિંહ, ઇન્દ્રજીતસિંહ એલ.સી.બી. શાખા વિગેરે પોલીસ સ્ટાફની ટીમ બનાવી છે

તા.૨૫/૧૨/૨૦૨૩ ના રોજ ઉપરોકત ટીમના માણસો ઇડર પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન ભિલોડા ત્રણ રસ્તા નજીક આવતાં સાથેના આ.પો.કો. નિરીલકુમાર નાઓને બાતમી મળેલ કે, “અગાઉ અલગ અલગ જગ્યાએ ઘરફોડ, વાહન ચોરીઓ તથા લુંટના બનાવોમાં પકડાયેલ રીઢો ચોર ભગવાન બેચર ડુહા રહે. બીજુડા તા.વીંછીવાડા રાજસ્થાન નાએ તેના ગેંગના માણસો સાથે મળી ઉપરોક્ત ચોરીઓ તથા લુંટ તથા ધાડના ગુન્હાઓને અંઝામ આપેલ છે. અને આ ભગવાન બેચર ડુહા તથા વાહનોના કાગળો બાબતે પુછતા ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષ કારક હકિકત જણાવતા ન હોઇ સદર ઇસમોના નામઠામ પુછતાં પોતે પોતાના નામ ભગવાન સ/ઓ બેચર કાવા, ડુહા(મીણા) ઉ.વ.-૨૯, રહે, બીજુડા (બીજુડા ફળો), સિશોદ, તા.વીંછીવાડા, જી.ડુંગરપુર (રાજસ્થાન) (૨) વિનોદ ધુલેશ્વર ઉર્ફે ધનેશ્વર લખમા મનાત ઉ.વ.૨૨ રહે.દેવલ વેડાફલા તા.દેવલ (વીંછીવાડા) જી.ડુંગરપુર (રાજસ્થાન) (૩) પપ્પુ ઉર્ફે ભુપેન્દ્ર કાઉઆ કાવા ડુહા (મીણા) ઉ.વ.૧૮ રહે.બીજુડા (બીજુડાફળા) સિશોદ તા.વીંછીવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન) (૪) પ્રદિપ હરિશ કકુઆ સડાત (મીણા) ઉ.વ.૧૯ રહે. બીજુડા (બીજુડા ફળા) સિશોદ તા.વીંછીવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન) ના હોવાનું જણાવેલ સદર ચારેય ઇસમોને અલગ અલગ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં સદર ઇસમોએ જણાવેલ કે, અમો અલગ અલગ ટુ વ્હીલર વાહનો ઉપર આવી રોડ ઉપર એકલા જતાં મો.સા.ચાલકને રોકી તેઓ પાસેની મો.સા. તથા જે કોઇ સામાન મળે તે લુંટી લેવાનો તથા કોઈ મો.સા. મળે તો તેની ચોરી કરીએ છીએ અને આજરોજ ઇડર આજુબાજુ કોઇ જગ્યાએ મોકો મળે તો ચોરી કરવા માટે જતા હતાં જેથી સદર પકડાઇ ગયા છે. 

Related Articles

Back to top button