Blog

હિંમતનગર પરબડા શાળાના શિક્ષિકા નો વિદાય સમારંભ યોજાયો

જગદીશભાઈ પ્રજાપતિ....

હિંમતનગરના પરબડા પ્રાથમિક શાળામાં છેલ્લા ૩૮ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા મુખ્ય શિક્ષિકા રાજેશ્રીબેન મધુકુમાર રાવલના વય નિવૃત્તિ વિદાય અને શુભેચ્છા સન્માન સમારોહ પરબડા પ્રાથમિક શાળામાં તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભરતભાઈ જાદવની અધ્યક્ષતામાં યોજાયો હતો.

રાજેશ્રીબેન રાવલને ફુલહાર કરી, શ્રીફળ-સાકર આપી નિવૃત્તિ પછીના જીવની શુભેચ્છા શાળા પરિવારે પાઠવી હતી. આ પ્રસંગે વિદાયમાન રાજેશ્રીબેન મધુકુમાર રાવલને પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બનાસકાંઠા, હર્ષદભાઈ રાવલ, પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હિંમતનગર સુરેશભાઈ પટેલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, પ્રાંતિજ સતિષભાઈ રાવલ, પૂર્વ ઉપપ્રમુખ સાબરકાંઠા જિલ્લા શિક્ષક સંઘ મધુ કુમાર રાવલ, હરીશભાઈ કાંતિલાલ રાવલ, રાજ રાવલ, પ્રોફેસર એન કે ઉપાધ્યાય, મુકુંદભાઈ રાવલ ના વરદ હસ્તે સન્માન પત્ર એનાયત કરવામાં ગામના આગેવાન ગ્રામજનો પરબડા શાળા પરિવાર દ્વારા વિદાય સમારંભસંપન્ન કરવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button