હિંમતનગરના ગાંભોઈ થી વાંકાનેર સુધીના રાજ્ય માર્ગ નું રૂ. 36 કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ થશે :
જીજ્ઞેશ સોની હિંમતનગર

હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંભોઈ ખાતે ખાતમુહૂર્ત કરાયું

ગાંભોઈ થી ભિલોડા સુધી 33 કિ.મી.રસ્તો7 મીટર માંથી 10 મીટર પહોળો કરવામાં આવશે
સરકારની યોજના હાઈસ્પીડ કોરિડોર અંતર્ગત મંજુર થયેલ હિંમતનગરના ગાંભોઈથી વાંકાનેર સુધીના રાજ્યમાર્ગનું રૂ.36 કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ થનાર છે.જે માર્ગનું ગાંભોઈ ખાતે શુક્રવારે હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય વી.ડી.ઝાલા ની પ્રેરક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ માર્ગ ગાંભોઈ થી ભિલોડા સુધી ૩૩ કિ.મીં.રસ્તો સાત મીટર માંથી દસ મીટર પહોળો કરવામાં આવશે.રોડના ખાતમુહૂર્ત પ્રસંગે હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય વી.ડી.ઝાલાએ જણાવ્યું હતું કે સરકારના આગામી આયોજન હેઠળ હાઈટ સ્પીડ કોરિડોર અંતર્ગત માર્ગ બન્ને બાજુથી ફોરલેન બનશે આ માર્ગ અમદાવાદ, હિંમતનગર ગાંભોઈ, શામળાજી નેશનલ હાઇવે અને ભિલોડા તાલુકાને જોડતો મુખ્ય માર્ગ છે ગાંભોઈથી માનપુર, ગોપાલકુંજ, પુનાસણ, બામણા, વાંટડી, રાજેન્દ્રનગર, હરીપુરા વગેરે ગ્રામ્ય વિસ્તારની જનતાને આ માર્ગનો લાભ મળશે આ રોડ ગામડાઓના વિકાસ માટે મહત્વનો સાબિત થશે.
રોડના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર,તાલુકા ભાજપ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, માર્ગ મકાનના નાયબ ઇજનેર હેમંતભાઈ પરમાર, એસ.ઓ. નિર્મલભાઇ ચૌધરી,ભાજપના અગ્રણી પુષ્પરાજસિંહ જોધ્ધા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ગણપતભાઈ પટેલ, સતિષભાઈ પ્રજાપતિ,શૈલેષસિંહ ડાભી સહિત સ્થાનિક વેપારીઓ, સરપંચો,કાર્યકરો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા




