sabarkathaराष्ट्रीय
રોગ ભગાવે યોગઃ જાંબુડી હાઈસ્કુલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો….
રોગ ભગાવે યોગઃ જાંબુડી હાઈસ્કુલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો....
21 જૂને વિશ્વભરમાં યોગા દિનની ઉજવણી કરવામાં આવી હતી.ભારતમાં વડાપ્રધાન મોદીએ કાશ્મિરમાં યોગા કરીને ઉજવણી કરી હતી તો ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે યોગા કર્યા તેમ રાજ્યના જિલ્લાઓમાં સાબરકાંઠા જિલ્લામાં હિમતનગર તાલુકાની શ્રી જે એમ કોટડિયા સાર્વજનિક .હાઈસ્કૂલ, જાંબુડી રામપુર ખાતે તાજેતરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
તા.20 રોજ જિલ્લા પંચાયત આયુષ વિભાગના તબીબ મિત્રો દ્વારા તથા તા.21 ના રોજ શાળા ખાતે યોગ દિવસ ઉજવાયો હતો .જેમાં ધો.9 થી 12-ના વિધાથી ભાઈ બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે યોગ શિક્ષક દ્વારા યોગાના ફાયદાઓ બતાવવામાં આવ્યાં હતા. અને જીવનમાં યોગને નિયમિત રીતે અપનાવવા જણાવ્યું હતું.




