sabarkathaराष्ट्रीय

કાર્યશૈલી અને ભ્રષ્ટાચારનું મુળઃ મારા કેટલા ટકા…?!મળે તો મંજૂર, ન મળે તો…? જો જો કોઇને કહેતા..!

કાર્યશૈલી અને ભ્રષ્ટાચારનું મુળઃ મારા કેટલા ટકા...?!મળે તો મંજૂર, ન મળે તો...? જો જો કોઇને કહેતા..!

સરકાર જનહિતના કલ્યાણ માટે અવિરત લોકવિકાસ અને ગ્રામ્યવિકાસ માટે ગામલોકોની જરૂરિયાત મુજબ ગ્રાન્ટ આપે છે અને લોકહિત વિચારે પણ છે. પરંતુ ગ્રાન્ટ ફાળવ્યા બાદ એ નાણાં સચોટે યોગય્ રીતે પ્રજાના હિતમાં  વપરાય અને  પ્રજાના કામ સુદ્રઢ થાય તે જોવાનું કામ સરકારશ્રીએ નિમેલા જે તે વિભાગની રહે છે. જેના માટે સરકારશ્રીએ ઘણા નિયંત્રણો(કન્ટ્રોલ ઓથોરીટી) પણ રાખેલા છે પરંતુ  જાણે કે છેલ્લે નડે છે ટકાવારી….?  થોડાક દિવસો પહેલા એક સમાચારમાં એક વિભાગની ટકાવારી જાહેર પણ થઇ હતી. પરંતુ પરિણામ શૂન્ય મળેલું જેનું ચોક્કસ કારણ ઉપર થી નીચે સુધી ની ટકાવારી જવાબદાર હોય એવું મારું માનવું છે.( પંજાબના આપ સરકારના એક મંત્રી ટેન્ડરમાં ટકાવારીના મામલે સરકારમાંથી ગયા અને પાર્ટીમાંથી પણ ગયાનો દાખલો કાંઇ વર્ષો જુનો નહીં પણ 4 મહિના જુનો છે.)

(૧) આર એન્ડ બી (પંચાયત) દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મારા ગામ હાથરોલ ખાતે એક નિકોડા હાથરોલ જોઈનિંગ ટુ એપ્રોચ રોડ બનાવેલો જેમાં તેમને એજન્સી અને એક ચોક્કસ માણસને ફાયદો કરાવવાના ઇરાદે જમીન સંપાદન અધિનિયમ -૨૦૧૩નાં કાયદાને સંપૂર્ણ પણે નેવે મૂકી  કામો કરવામાં આવે છે અને જીલ્લા કાર્યપાલક ઈજનેરશ્રીને ફરિયાદ કરી તો કોઈ પગલાં લેવાયેલા નથી.

સત્તાવાળાઓ દ્વારા  સર્વેના કારણો આગળ ધરી બચાવ કામગીરી ચાલી રહેલી છે પરંતુ સાહેબશ્રી દ્વારા એ કેમ તપાસ થતી નથી કે સર્વે તો રોડ બન્યા અગાઉ થવો જોઈતો હતો… અને તત્કાલીન તલાટીશ્રીએ તો લેખિતમાં આપેલુ કે, રોડ ખોટો બની રહ્યો છે….. તો  પછી પગલા તો લેવા જોઈતા હતા કે નહીં..? પરંતુ અફસોસ ટકાવારીની લ્હાય(મીડિયા ન્યુઝ મુજબ)…… આજરોજ તા – ૧૪/૦૯/૨૦૨૨નાં સંદેશ ઉત્તર ગુજરાત આવૃતિમાં આજે પણ આ જ વિભાગના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે જે જોતા સમગ્ર સાબરકાંઠા લેવલે આ જ વિભાગ બિન-અંકુશિત રીતે કામ કરી રહ્યું હોય તેમ સ્પષ્ટપણે જણાય છે. ખરેખર આ વિભાગ દ્વારા આ યોજના અંતર્ગત બનાવેલા રોડ-રસ્તોઓની યોગ્ય તપાસ કરવામાં આવે તો એક સુનિયોજિત અને સુવ્યવસ્થિત કૌભાંડ બહાર આવી શકે તેમ છે….મીડિયા લિંક ૪/૫/૨૨ની પસિદ્ધી આધારે..

(૨) હાથરોલ ગામ ખાતે વર્ષ ૨૦૧૦માં બનેલો ધોબીઘાટ સરપંચ તથા કમિટી દ્વારા નોન-યુઝ સર્ટિફિકેટ લીધા સિવાય તોડી પાડેલ છે તંત્રને રજૂઆત કરી કોઈ પગલાં લેવાતાં નથી…

(૩) હાથરોલ ગામે વર્ષ ૨૦૦૭-૨૦૦૮નાં ૧૨મા નાણાંપંચમાંથી બનેલ બાલમંદિરનું મકાન ભ્રષ્ટાચારના ભરડામાં બનેલું જે સમય મર્યાદા પહેલા ખરાબ થઈ જતા નોન-યુઝ કરી દેવાયુ. ખરેખર એ કામમાં થયેલ ગેરરીતિ સંબંધે તપાસ કરી પગલાં લેવાની તંત્ર દ્વારા કોઇ તસ્દી લીધેલ નથી અને નિયમો નેવે મૂકી તોડી નખાયું છે.

(૪) પંચાયત દ્વારા છેલ્લાં સાતેક વર્ષથી તેમને મળેલ સત્તા ઉપરવટ જઈ ટી.ડી.ઓશ્રીની વિના મંજૂરીએ ખર્ચાઓ કરેલ છે

(૫) હાથરોલ ગામે હલકી ગુણવત્તાનું એક કોટનું બાંધકામ કરેલ છે જે સંબંધે ટી.ડી.ઓશ્રીને ટ્વીટરના માધ્યમથી ફરિયાદ કરવા છતાં પરિણામ શૂન્ય જ છે.

(૬) હાથરોલ ગામે ગામ પંચાયતના કોઈપણ જાતના ઠરાવ વગર સાબરમતી ગેસ કંપનીની ગેસલાઈન નખાઈ ગઈ માનીએ છીએ કે સગવડ મળી પરંતુ કોઈને મફત નથી મળી તમામ ગ્રામજનોએ રૂપિયા ભર્યા ત્યારે મળી છે અને એ લાઈન નાંખતી વખતે ગામના રોડ રસ્તા અને ગટરલાઇનને મોટા પ્રમાણમાં નુકશાન થયું જેના માટે પગલાં લેવા ટી.ડી.ઓ.શ્રીને રજુઆત કરી પરિણામ શૂન્ય છે અને એક પ્રા.લી કંપનીના ફાયદા માટે રોડ રસ્તાઓનું નિકંદન થયું…

(૭) હાથરોલ ગામે એવા ઘણા લોકો છે કે જેમની પાસેથી સીધે સીધા નાણાં લઈ આકારણીઓ આપી દીધેલી છે જેના માટે પંચાયત કમિટી દ્વારા કોઈ કાયદેસર કાર્યવાહી કરેલી નથી અને નાણાં પોતાના ખિસ્સામાં સેરવી લીધેલ છે હોવાનું મનાય છે અને અજ્ઞાન લોકોનો સીધો ફાયદો લેવામાં આવ્યો હોઇ શકે…

આ સમગ્ર કથિત ભ્રષ્ટાચારના મૂળમાં તંત્રના અધિકારીશ્રીઓની આળસ સ્પષ્ટ દેખાય છે. ખરેખર જો વાડ જ ચીભડા ગળે તો ફરિયાદ કોને કરવી??? યોગ્ય કક્ષાએથી કાર્યવાહી કરાવવા અનેક વાર ફરિયાદો થવા છતાં એક જ મૌન ભાષાનો જવાબ છે- જો જો કોઈને કહેતા???

Related Articles

Back to top button