गुजरातराष्ट्रीय

છેડતી કરનારા ચેતી જજો ગરબામાં તમારી આસપાસ હશે મહિલા પોલીસ…સાદા વેશમાં..!

છેડતી કરનારા ચેતી જજો ગરબામાં તમારી આસપાસ હશે મહિલા પોલીસ...સાદા વેશમાં..!

નવરાત્રિમાં યુવતીઓની સુરક્ષા માટે શહેરના દરેક ગરબા ગ્રાઉન્ડ ખાતે ખાનગી કપડામાં શી-ટીમ તૈનાત કરવામાં આવી છે. વડોદરા શહેરના દરેક પોલીસ સ્ટેશન દીઠ મહિલાઓ, બાળકો તથા વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા, સલામતી અને સહાયતા માટે શી-ટીમની રચના કરવામાં આવી છે. તેમજ હાલમાં ચાલી રહેલી નવરાત્રિમાં યુવતીઓ/મહિલાઓ સાથે છેડતી જેવા બનાવો ન બને તે માટે શી-ટીમ કાર્યરત છે.

ગરબા ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં યુવતીઓ એકત્રીત થતી હોય છે. અને આ જ સમયે ઘણા અસામાજીક તત્વો પણ સક્રિય થતા હોય છે. તેમજ મહિલાઓની છેડતીના ઘણા બનાવો સામે આવતા હોય છે. પરંતુ આ નવરાત્રિમાં યુવતીઓની સુરક્ષા માટે શી-ટીમે પહેલેથી જ કમર કસી લીધી છે. યુવતીઓ સલામત રીતે ગરબાનો આનંદ માણી શકે તેમજ તેઓની સાથે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ઠેર-ઠેર ગરબા ગ્રાઉન્ડ ખાતે ખાનગી કપડામાં શી-ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. અને યુવતીઓની છેડતી કરતા ટપોરીઓ પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ મહિલા સેલના એસપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું.

Related Articles

Back to top button