sabarkathaराष्ट्रीय

સર્વોદય મહિલા સેવા ટ્રસ્ટ દ્વારા હિંમતનગરમાં મહિલા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો…..

સર્વોદય મહિલા સેવા ટ્રસ્ટ દ્વારા હિંમતનગરમાં મહિલા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો.....

સર્વોદય મહીલા જાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા હિંમતનગરમાં જાગૃતિ માટેનો એક  કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હસન નગર અને વણઝારાવાસની કિશોરીઓને અભ્યાસમાં તેજસ્વી અને સશક્ત બનાવવા માટે મફત ટ્યુશન ક્લાસિસ ચલાવી રહેલા સંસ્થાના વોલિયેન્ટીયર બાસ્કેટ બોલ પ્લેયર રહી ચુકેલ ઝુહિયાખાનના મોટી સંખ્યામાં ટ્યુશનમાં આવતાં બાળકો, વાલી માતાઓ અને  સ્થાનિક વિસ્તારની શ્રમિક બહેનોને  સંસ્થાના પ્રમુખ ગુલનાર બહેન પઠાણ દ્વારા શ્રમિક પરિવારોને  મળતી સરકારી યોજનાઓ વિષે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિષે અને તેમના અધિકારો વિષે માહીતી અને માર્ગદર્શન આપ્યું હતું. અને તેમને જાગૃત કર્યા હતા.

તેની સાથે સાથે  કરામતખાન પઠાણે કલાઇમેટ ચેન્જથી જીવન ધોરણ અને વાતાવરણ ઉપર પડી રહેલી વિપરીત અસરોને ઓછી કરવા માં આપણા સહુનું યોગદાન ઉપર વિસ્તૃત માહીતી આપી હતી. શ્રી જયરામભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ગાંધીનગર થી એમ બી એ કરતા મેપ પ્રોજેક્ટ માટે સંસ્થાની મુલાકાતે આવેલા હિમાંશી જાદવ, હાશમી ચંદનીવાલા, મિહિર પ્રજાપતિ, હસનેન પઠાણ, હર્ષ ચૌહાણ અને સાયમા મેમણે  આર્થિક અને સામાજીક વિકાસ માટે શિક્ષણના મહત્વ વિશે અને અભ્યાસ માટે મળતી શૈક્ષણિક સહાય વિશે અને ડ્રોપ આઉટ થવાથી બાળકો મજૂરી તરફ વળે છે, અને નાની ઉંમરે લગ્ન થતાં શારીરિક, માનસિક, સામાજીક,અને આર્થિક રીતે પરીવાર ઉપર વિપરીત અસર પડે છે, તે વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

ખાસ કરીને  યુવા વિધાર્થીઓ એ આગળ પણ સમાજમાં પોતાનું યોગદાન આપતાં રહેશે તે વિશે જાણકારી આપી ટ્યુશન ના બાળકો અને ઊપસ્થિત મહિલાઓ ને તેમનાં તરફ થી મફત નાસ્તા નાં પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર સફળ કાર્યક્રમનું સુંદર સંચાલન રશિયાબેન અને ગુલનાર બેન પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું,

એમ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button