શું આ વખતે સાબરકાંઠાની ચૂંટણીઓમાં કાંઇ નવાજુની થવાની છે…?! હવે વીડી ઝાલાનો વિરોધ…!!
શું આ વખતે સાબરકાંઠાની ચૂંટણીઓમાં કાંઇ નવાજુની થવાની છે...?! હવે વીડી ઝાલાનો વિરોધ...!!
સાબરકાંઠા રાજકારણની પ્રયોગ ભૂમિ બની ગઇ છે…સાબરકાંઠાના રાજકારણમાં જ કેમ એવુ બની રહ્યું છે…શું આ વખતે સાબરકાંઠા માટે લોકસભાની ચૂંટણીઓ કાંઇ નવાજુની કરવાની છે….? આ કારણો અને સવાલો એટલા માટે થઇ રહ્યાં છે કેમ કે ભાજપના કાર્યકરો હવે ઉમેદવાર શોભનાબેન બારૈયા બાદ હવે ભાજપના ધારાસભ્ય વી.ડી.ઝાલાની સામે પડ્યા છે……
એટલે કે એક તરફ જેમની ટિકિટ રદ્દ થઇ એ ભીખાજી ઠાકોરના ટેકેદારો કતેમને ટિકિટ આપવાની માંગ કરી રહ્યાં છે, તો બીજી તરફ જેમને ટિકિટ મળી એ શોભનાબેન કોંગ્રેસમાંથી આવેલાની પત્ની છે અને તેમને કેમ આપી એમ કહીને તેમની સામે વિરોધ થયો છે તો હવે ભાજપના કાર્યકરોએ ઝાલાની સામે મોરચો માંડવાની ફરજ પડી છે અને આ બધામાં ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે કે કેમ તે પણ કોઇને ખબર નથી…
ભાજપના કેટલાક કાર્યકરોએ વી ડી ઝાલાને પણ પક્ષ પલટુ ગણાવ્યાં છે અને તેમના વર્તનને લઇને એટલે કે વી ડી ઝાલાની વિરુદ્ધમાં ભાજપ કાર્યકરોએ આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે,.તેઓ શનિવારના રોજ સવારે 11:00 કલાકે આવેદનપત્ર આપશે.
વીડી ઝાલાની સામે આક્ષેપ એવો છે કે, જિલ્લા પંચાયતના પૂર્વકારોબારી અધ્યક્ષ વનરાજસિંહ પરમારનું જાહેરમાં અપમાન કર્યું છે. અને વનરાજસિંહ પરમાર જુના જનસંઘના સમયના સિનિયર કાર્યકર છે. ભાજપના કાર્યકર્તાઓને કેસરી ખેસ અને ટોપી પહેરી 11:00 કલાકે હાજર રહેવા આહવાન કરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આ કાર્યકરો વીડી ઝાલા સામે પગલા ભરવાની માંગ સાથેનું આવેદનપત્ર આપશે.




