sabarkathaराष्ट्रीय

અપક્ષની ઉમેદવારીથી શું સાબરકાંઠા બેઠક માટે ત્રિપાંખિયો જંગ યોજાશે..? કોને લાભ-કોને નુકશાન..?

અપક્ષની ઉમેદવારીથી શું સાબરકાંઠા બેઠક માટે ત્રિપાંખિયો જંગ યોજાશે..? કોને લાભ-કોને નુકશાન..?

સાબરકાંઠાની લેકસભા બેઠક પણ  રાજકોટની જેમ ચર્ચાસ્પદ બની જાય તેમ છે અને ભાજપે તેમાં દરમ્યાનગીરી કરવી પડે તેવી એક રાજકીય ઘટનામાં  સાબરકાંઠા લોકસભા બેઠક માટે એક અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોંધાવતા રાજકીય સમીકરણો બદલાઇ શકે એમ રાજકીય રીતે માનવામાં આવી રહ્યું છે.

તેના કારણો અને તારણોમાં એવુ છે કે જ્યારે કોઇ અપક્ષ ઉમેદવાર ઉમેદવારી નોંધાવે ત્યારે તેની કોઇ નોંધ લેવાતી નથી. પણ સાબરકાંઠા બેઠક માટે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર કોઇ સામાન્ય હોય તેમ જણાતુ નથી. કેમ કે સાબરકાંઠા બેઠક પરના અપક્ષ ઉમેદવારે શક્તિપ્રદર્શન સાથે ફોર્મ ભર્યું છે.

એટલુ જ નહીં  કોઇ રાજકીય  પાર્ટીમાં હોય તેમ અપક્ષ ઉમેદવાર ભૂપેદ્રસિંહ ઝાલાએ ભવ્ય રેલી યોજી ત્યારે તેમના ઉપર ખોબલે ખોબલે નહીં પમ જેસીબીથી ભરેલા ફૂલોથી વર્ષા કરાઈ હતી…..! એટલુ જ નહીં પણ અનેક સમાજો દ્વારા બાહુબલિ અપક્ષ ઉમેદવારનું સન્માન કરાયું હતું. આ શું સુચવે છે….એવા સવાલો થઇ રહ્યાં છે.

રાજકીય બાબતોના જાણકારોના મતે, અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઉમેદવારીના પગલે હાલમાં તો  સાબરકાંઠા લોકસભા બેઠકનો ચૂંટણી જંગ અતિ રસપ્રદ બની રહ્યો છે અને જો તેઓ ઉમેદવારી પરત નહીં ખેંચે અને અડીખમ રહેશે તો સાબરકાંઠા બેઠક માટે ત્રિપાંખિયો જંગ યોજાષે અને દેખીતી રીતે જ તેનો  રાજકીય લાભ કોને મળશે તે સૌ કોઇ જાણે છે.

જો ઘટનાક્રમ જોઇએ તો, ભાજપ દ્વારા જાહેર કરેલા ઉમેદવારનો વિરોધ થયા બાદ ભુપેન્દ્રસિંહએ અપક્ષ ઉમેદવારી નોંધાવાની કરી હતી તૈયારી અને ભાજપ ઉમેદવારથી નારાજ ભાજપ કાર્યકરો અપક્ષ ઉમેદવારના સમર્થનમાં આવ્યાં છે જે સુચક મનાય છે..

Related Articles

Back to top button