राष्ट्रीयઅરવલ્લી

મોડાસા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની જિલ્લા કક્ષાની થઈ ઉજવણી

પ્રતિનિધિ:કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા….

મંત્રી ભિખુસિંહ પરમારના હસ્તે બાઈક રેલીનું પ્રસ્થાન કરવાયું બીજીથી આઠ ઓકટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહ ઉજવાય છે

મોડાસા: અરવલ્લી જીલ્લામાં વન્ય પ્રાણી સપ્તાહ 2023ની જીલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે મંત્રી ભિખુસિંહ પરમારની ઉપસ્થિતીમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ વન સંરક્ષક અરવલ્લીની કચેરીએથી મંત્રી ભિખુસિંહ પરમારના હસ્તે લીલી ઝંડી આપી બાઈક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા દર વર્ષે ૨, ઓકટોબર મહાત્મા ગાંધીના જન્મ દિવસથી એક અઠવાડીયા સુધી એટલે કે ૨ થી ૮ ઓકટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. અઠવાડીયા દરમ્યાન રોજે રોજ અલગ અલગ કાર્યક્રમ જેવા કે, સાયકલ રેલી, બાઇક રેલી, અવેરનેસ પ્રોગ્રામ, નુકકડ નાટક, ચિત્ર સ્પર્ધાઓ, વકતૃત્વ સ્પર્ધાઓ વગેરે કાર્યક્રમો થકી સમાજમાં વન્યજીવો વિશે જાગૃકતા તેમજ માનવ જીવનમાં વન્યજીવોનું મહત્વ સમજાવવામાં આવે છે.

આજરોજ અરવલ્લી વન વિભાગ તથા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા બાઇલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેનું મંત્રી ભીખુસિંહ પરમાર, અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતાના હસ્તે લીલી ઝંડી આપી બાઇલ રેલીનું પ્રસ્થાન કરેલ. જેમાં નાયબ વન સંરક્ષક એસ. એમ. ડામોર, અરવલ્લી વન વિભાગ, મોડાસા, મદદનીશ વન સંરક્ષકઓ, પરિક્ષેત્ર વન અધિકારીઓ, વન વિભાગના કર્મચારીઓ તથા વન્યજીવ પ્રેમી, સહભાગી વન વ્યવસ્થા સાથે સંકળાયેલ વન મંડળીના સભ્યો દ્વારા રેલીમાં ભાગ લેવામાં આવ્યો. બાઇક રેલી નાયબ વન સંરક્ષક અરવલ્લી-મોડાસાની કચેરીએથી પ્રસ્થાન કરી વન્યજીવ જાગૃતિ માટેના બેનરો સાથે મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવી પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવી હતી.

Related Articles

Back to top button