राष्ट्रीयદહેગામ

તેં પ્રેમ લગ્ન કેમ કર્યા..ચલ પાછી ચલ..કહીને કરી મારામારી, મામલો પોલીસમાં..

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ, હરસોલી દહેગામ જીલ્લો ગાંધીનગર

દહેગામ ખાતે આવેલી વિનાયક સોસાયટીમાં ચાર મહિના  પહેલા પ્રેમ લગ્ન કરનાર દીકરીના પિયરિયા પક્ષના સભ્યોએ સાસરિયા પક્ષમાં જઈને ધીંગાણું મચાવ્યું હતું.

ગાંધીનગર જિલ્લાના દેહગામ ખાતે આવેલી વિનાયક પાર્ક સોસાયટીમાં ચાર મહિના પહેલા કચ્છ ભચાઉ ખાતે રહેતી 23 વર્ષની યુવતી દહેગામના વિનાયક પાર્ક સોસાયટીમાં રહેતા એક યુવક સાથે 17 5 2022 ના રોજ કોર્ટમાં કરી લીધા હતા અને આ યુવતી ઘરના પરિવારજનોની જાણ કર્યા સિવાય દેગામ ખાતે પોતાની સાસરી આવી ગઈ હતી

વિગતે જોઇએ તો, ગઈકાલે સાંજે આ યુવતીના મામાઓ માસી પિતા જેવા સાત વ્યક્તિઓ દહેગામ ખાતે આવ્યા હતા અને ત્યારે જમાઈએ સસરાને આવકારીને ઘરમાં બેસાડ્યા તેવા સમયે આ દીકરી પિયરિયાને પાણી આપવા ગઈ અને ત્યારે દીકરીના મામા એકદમ ગરમ થઈને આ દીકરીને પાછા આવવા માટે કહેવા લાગ્યા અને તેના મામાના હાથમાં કાચની સીસી અને રૂમાલ હતો તે સુંઘાડવા જતા યુવતીએ બુમા બુમ મચાવી દેતા બધા પિયરપક્ષવાળા આ યુવતીને માર મારવા લાગતા ત્યારે આ યુવતી દોડીને ઘરમાં ઘૂસી ગઈ હતી.

એવા સમયે જમાઈ વચ્ચે પડતા જમાઈને પણ ઢોર માર્યો હતો અને આ બનાવવાની ઘટના સોસાયટીમાં લોકોને થતા લોકો દોડતા આવી ગયા હતા અને આ પ્રેમ લગ્ન કરનાર યુવક અને યુવતીને છોડાવ્યા હતા અને  પિયરપક્ષ વાળા ધમકી આપીને રાત્રે ભાગી જવા પામ્યા હતા. તેથી આ બાબતે યુવતીએ માતા-પિતા મામા અને માસી સહિતના સાત વ્યક્તિઓ સામે દહેગામમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Back to top button