sabarkathaराष्ट्रीय

વડાપ્રધાન મોદીજીએ વિકસીત ભારત યાત્રાને દેશના ખુણે ખુણે પહોંચાડી: શ્રધ્ધાબેન જ્હા

વડાપ્રધાન મોદીજીએ વિકસીત ભારત યાત્રાને દેશના ખુણે ખુણે પહોંચાડી: શ્રધ્ધાબેન જ્હા

હિંમતનગરના સરકીટ હાઉસ ખાતે ગુરૂવારે સાબરકાંઠા લોકસભા સીટના પ્રદેશના મિડીયા ઈન્ચાર્જ અને પ્રદેશ ભાજપ ડીબેટ ટીમના સદસ્ય તેમજ સહ પ્રવક્તા શ્રધ્ધાબેન જહાએ સાબરકાંઠા જીલ્લાના પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનીકસ મિડીયા સહિતના પત્રકાર મિત્રો સાથે પરીચય બેઠક યોજી હતી.

પરીચય બેઠકમાં પ્રદેશના મિડીયા ઈન્ચાર્જ શ્રધ્ધાબેન જહાએ જણાવ્યું હતુ કે વિશ્વ પટલ પર છવાયેલા આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ, કિસાનો, ગરીબો, મધ્યમવર્ગીય નાગરીકો માટે અનેકવિધ યોજનાઓ ઘડી છેવાડાના માનવીને લાભાન્વીંત કરવાનું ભગીરથ કાર્ય કર્યુ છે.

તદ્ઉપરાંત તેમણે વિકસિત ભારત યાત્રાના વિઝન સાથે દેશના ખુણે ખુણે જયાં એક્સપ્રેસ હાઈવે, એઈમ્સ હોસ્પિટલ, ફલાય ઓવરબ્રીજો, વંદે ભારત ટ્રેનો અને રેલવેના આધુનિકરણ સાથે વણથંભ્યા વિકાસ કાર્યોની વણજાર લગાવી છે અને તેનો સીધો લાભ સમગ્ર દેશની પ્રજાને થઈ રહ્યો છે.

તેમણે ગુજરાતની દેવનગરી દ્વારકામાં તાજેતરમાં જ લોકાર્પીત થયેલા સુદર્શનસેતુની યાદ અપાવી વધુમાં કહ્યુ હતુ કે દરીયા વચ્ચે બેટ દ્વારકા જવા બનાવાયેલા સિગ્નેચર બ્રીજનો ઉપયોગ આપણા રાજયની પ્રજા સાથે અનેક યાત્રિકોને મળવાનો છે.

જે બ્રિજનુ આપણા વડાપ્રધાને લોકાર્પણ કર્યુ છે તેનો આપણે સૌ સહિત આપણા સંતાનો પણ લાભ લેવાના છે. વડાપ્રધાનની દેશ નીતિ સાથે કાર્યપ્રણાલીની વિશ્વના દેશોએ નોંધ લેવી પડી છે. જે આપણા સૌ માટે ગૌરવરૂપ બાબત બની રહી છે.

લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માત્ર ૧૦ વર્ષના પોતાના સુશાસન દરમ્યાન દેશની દિશા અને દશા બદલી કરોડો ગરીબોને આવાસ, વિજળી, ગેસ, જનધન ખાતા આપી ગરીબીમાંથી બહાર કાઢવાનું ભગીરથ કાર્ય કર્યુ છે. જેની દેશની પ્રજાએ પણ નોંધ લીધી છે.

આગામી લોકસભાની ચુંટણીઓ દરમ્યાન કેન્દ્ર અને ભાજપની રાજય સરકારોએ પ્રજાલક્ષી કાર્યો દ્વારા વિકસિત ભારતની યાત્રાનેઆગળ ધપાવી છે ત્યારે તેમાં આપ પણ સહયોગી બનશો તેવી આશા વ્યકત કરી હતી. પરીચય બેઠકમાં સાબરકાંઠા જીલ્લા   જિલ્લા ભાજપના પ્રમુખ સહિત સર્વે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button