राष्ट्रीयહિમતનગર

કોંગ્રેસ નેતાનો આરોપ-જ્યાં વાડ જીભડા ગળે..ત્યાં પ્રજાની સંવેદના કોણ સાંભળે..!!

કોંગ્રેસ નેતાનો આરોપ-જ્યાં વાડ જીભડા ગળે..ત્યાં પ્રજાની સંવેદના કોણ સાંભળે..!!

જે તે નગરપાલિકામાં સરકારશ્રીમાંથી કાયદાનો અમલ કરાવવા માટે મુખ્ય અધકારી ચીફ ઑફિસરશ્રી મુકવામાં આવે છે.પરંતુ અફસોસ શાસકપક્ષ અને વહીવટી તંત્રની મિલી ભગતથી કાયદાની પ્રક્રિયા નિભાવ્યા વગર કાયદાઓનું બાળ મરણ હિંમતનગર નગર પાલિકા વિસ્તારમાં હાલમાં બની રહેલ ઉમિયા વિજય આર.સી.સી ટી.પી રોડની કામગીરીમાં થઈ રહ્યું છે. શહેરીજનોની સુવિધા આપવાના નામે મુકેશ યુ. સિંઘ વાર્ષિક ભાવની એજન્સી હિંમતનગર શહેરમાં પરચુરણ કામગીરી કરવા માટે રાખેલ પરંતુ છેલ્લા ૬ વર્ષોથી એકધારું વાર્ષિક ભાવનું ટેન્ડર એક જ એજન્સીનું મંજુર થાય છે.  શંકાસ્પદ…?

હાલ નવીન બની રહેલ ઉમિયા વિજય આર. સી.સી ટી.પી રોડની ડિફેક્ટ લાયબીલીટી કેટલી છે ? મુકેશ યુ.સિંઘ વાર્ષિક ભાવની પરચુરણ કામ કરનાર એજન્સીના રજીસ્ટ્રેશનની કેટેગીરીની તપાસ કરવી જોઈએ  કેટેગીરી બહાર નિયમ વિરુદ્ધ આટલી મોટી આશરે ર કરોડ ૪૦ લાખ રૂપિયાની રકમની કામગીરી આપી શકાય નહીં..

પારદર્શક વહીવટની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીના શસકો દ્વારા ઉમિયા વિજય ટી.પી રોડમાં ડામર રોડની અગાઉની એજન્સી ઉમિયા કન્સ્ટ્રક્શન  જોડે થી ૧૭ લાખની ડિપોઝીટ જપ્ત કરવામાં આવેલ હતી અને આપ ફોટોમાં જોઈ શકો છો તેમ  થોડાક સમય પહેલા જ  આ રોડ ઉપર અગાઉના ચીફ ઑફિસરશ્રી તેમજ  શાસક પક્ષના હોદેદારો મહાનુભાવો દ્વારા નારિયલ ફોડી આશરે ૭ લાખ રૂપિયાના ખર્ચે  અમુક ભાગ જય કોર્પોરેશન મહેસાણાની એજન્સી જોડે ડામર રોડ બનાવેલ હતો અને ખર્ચ પાડી બીલ પણ ચૂકવી દીધેલ છે. 

તાજેતરમાં હાલ આપ વિડિઓમાં જોઈ શકો છો તેમ એ જ ડામર રોડ કાઢી નાખી  જે સારી સ્થિતિમાં હતો તેમ છતાં પોતાની માનીતા ઠેકેદારને ફાયદો કરાવવા માટે ફરીથી ત્યાં હાલ આર.સી સી રોડ બનાવેલ છે.  નાગરિકોને સુવિધા આપવાના બહાને સ્વ ભંડોળના નાણાંનો વ્યય ચીફ ઑફિસરશ્રી અને શાસકપક્ષની મિલી ભગત થઈ  રહ્યો છે.( ટેકનિકલી ભ્રષ્ટાચારનો ઉત્તમ ઉદાહરણ એટલે હિંમતનગર નગરપાલિકાનું નઘરોળ તંત્ર)

ઉમિયા વિજય ટી.પી રોડ ખર્ચની નાનામાં નાની વિગતો હિંમતનગર શહેરના નાગરિકો સમક્ષ મુકવી જોઈએ .જાહેર કરવી જોઈએ હાલ ચાલી રહેલાં કામગીરી સ્થળ ઉપર ખર્ચની વિગત દર્શાવતું બોર્ડ  મૂકવું જોઈએ .કેટલો ખર્ચ થયો ? કામગીરી કરનાર એજનસીનું નામ ? ચાલુ કામગીરી દરમિયાન શરતો મુજબ ગુણવત્તાયુક્ત કામગીરી થઈ રહેલ છે કે નહીં તે જોવા માટે કન્સલ્ટન્ટ એજનસીનું નામ તેમને આપેલ વર્ક ઓર્ડરની નકલ એજન્સીને ચુકવવાની થતી ફીની વિગતો જવાબદારી ?મુકેશ યુ.સિંઘ ને આપેલ વર્ક ઓર્ડરની નકલ સમય મર્યાદા ,ખર્ચની  વિગતો? બાંધકામ વિભાગમાંથી સાઇટ સુપર વિજન કરનાર કર્મચારી ઓ નું નામ હોદ્દા જવાબદારી ? સામાન્ય સભા બોર્ડ ઠરાવ ની કોપી કામગીરી સ્વ ભંડોળમાંથી થઈ રહેલ છે કેટલા વર્ષ ની ડિફેક્ટ લાયબીલીટી રહેશે  એવા સવાલો થઇ રહ્યાં છે..॥ પપ સી.સી રોડ ના સ્પેશિફિકેશનની વિગતો કેટલી જોડાઈ,.અને કઈ કવોલિટીનો બન્યો છે તેની વિગતો? શિડ્યુઅલ બી મુજબ આર. સી.સી. રોડ ની ગુણવત્તાયુક્ત કામગીરી થયેલ છે કે નહીં તે જાણવા માટે રોડની ચાલુ કામગીરી દરમિયાન કયુબ ભરી માન્ય સરકારી લેબ ગેરી ગાંધીનગરમાં ટેસ્ટિંગ કરાવેલ છે કે નહીં?  તેનો રિપોર્ટ જાહેર જનતા સમક્ષ રજુ કરવો જોઈએ

હિંમતનગર નગરપાલિકાના સામાન્ય સભાના હોદેદારો/ કોર્પોરેટરશ્રીઓ તેમની ફરજ પ્રત્યેની ગંભીર ગફલતના કારણે  નાગરિકોના ટેક્ષના રૂપિયા સ્વ ભંડોળના ફંડનો નિયમ અનુસાર  પ્રક્રિયા કર્યા વગર ગેર ઉપયોગ માટે અંગત રીતે જવાબદાર  થશે આવા ગેર ઉપયોગ બદલ નગરપાલિકા ને ભરપાઈ  કરવાની જવાબદારી   મ્યુનિસિપલ એકટ ની કલમ ૭૦ મુજબ જે તે હોદ્દેદારો/ સભ્યશ્રીઓ ની અંગત રહશે…

લોકશાહીમાં સત્તા પક્ષ કરતા  વિપક્ષ નું મહત્વ વધુ હોય છે.તે પ્રહરી તરીકે ની ભૂમિકા ભજવે છે.અમો રચનાત્મક  વિપક્ષ  તરીકે હિમતનગર નગરપાલિકાની શાસક પક્ષની વહીવટી ક્ષમતાની ઉણપો જાહેર હિત માં શહેરની જાગૃત જનતા સમક્ષ સમયાંતરે તથ્યાત્મક અને આકડાકીય માહિતી પુરાવા સાથે સોશ્યિલ મીડિયાના માધ્યમથી હિમતનગર શહેરની જનતા સમક્ષ મુકયે છીએ .મૂલ્યાંકન કરવાનું કામ જનતાનું છે..એમ જનતાની જનમેદના હેછળ

ઇમરાન બાદશાહ- નેતા વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ હિંમતનગર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 

Related Articles

Back to top button