sabarkathaराष्ट्रीय
તંત્ર જાગે તો સારૂઃ બિમાર વ્યક્તિને ઝોળીમાં નાંખીને લઇ જવા પડ્યા…કેવી લાચારી…કેવી કરૂણતા..
તંત્ર જાગે તો સારૂઃ બિમાર વ્યક્તિને ઝોળીમાં નાંખીને લઇ જવા પડ્યા...કેવી લાચારી...કેવી કરૂણતા..
વિજયનગર તાલુકાની એક ઘટનાને એકવીસમી સદીની વસમી સમસ્યા કહી શકાય એમ છે. કેમ કે પાકા કે કાચા રસ્તા જ નથી. ખાસ કરીને હાઇવેને જોડતા રસ્તા નથી. પરિણામે વિજયનગર તાલુકામાં રસ્તાના અભાવે એક બિમાર વૃદ્ધને ઝોળીમાં નાખી પરિવાર જનો લઇ જતા હોય એવા દ્રશ્યો તંત્ર માટે વિસ્તારની લાચારીને સમજવામાં ઉપોયગી નિવડે તો લેખે લાગી શકે.

વિગતે જોઇએ તો ખેરવાડા ગામના સ્ટેશન ફળિયાથી હાઇવેને જોડતો રસ્તો નથી.પગદંડી રસ્તે જતા આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.અહીં રસ્તો પાકો કે કાચો બનાવવા એકવાર રજૂઆત છતાં તંત્રની ઉદાસીનતાને લઇ કોઇ પ્રગતિ નહીં. જાણે કે આ વિસ્તાર તેમના દફતરે નોંધાયેલુ ન હોય તેમ તેની કોઇ દરકાર લેવામાં આવતી નથી.




