राष्ट्रीय

મોલમાં આગ લાગી ત્યારે ખબર પડી કે તેમાં પેઇંગ ગેસ્ટ ચાલતું હતું અને 100 છોકરીઓ હતી…!

મોલમાં આગ લાગી ત્યારે ખબર પડી કે તેમાં પેઇંગ ગેસ્ટ ચાલતું હતું અને 100 છોકરીઓ હતી...!

અમદાવાદ શહેરના બોપલમાં આવેલ એક મોલમાં આગની ઘટના સર્જાઈ હતી. જે મોલમાં જ PG ચલાવવામાં આવતું હોવાની વાત સામે આવી હતી. જેને લઈ હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યુ છે કે, મોલમાં કોમર્શિયલ PG ચલાવી શકાય નહીં.

ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ હતુ કે, જો મોલમાંથી આવા કોઇ પૂરાવાઓ જણાશે તો ચોક્કસથી કાર્યવાહી કરાવમાં આવશે. મોલમાં કોમર્શિયલ PG ચલાવી શકાય નહીં.

AMCએ હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. TRP મોલમાં PG ચાલતુ હોવાના Tv9 એ અહેવાલ રજૂ કર્યા બાદ AMC એ તપાસના આદેશ આપ્યા છે. જ્યાં આગ લાગી હતી ત્યાં જ બાજીમાં PG ચલાવવામાં આવતુ હતુ આગ લાગવાને લઈ PG માંથી 100 થી વધારે યુવતીઓને રવાના કરવામાં આવી હતી. જેને લઈ હવે ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ હતુ કે, અમે તપાસના આદેશ આપી રહ્યા છીએ, મોલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Back to top button