WhatsApp ઇન એક્શનઃ હવે ભ્રામક માહિતી ફેલાવનારાની ખેર નથી…
WhatsApp ઇન એક્શનઃ હવે ભ્રામક માહિતી ફેલાવનારાની ખેર નથી...
જ્યારે ચૂંટણી નજીક આવે છે, ત્યારે સોશિયલ મીડિયા ફેક ન્યૂઝ અને ખોટી માહિતીથી ભરાઈ જાય છે. વોટ્સએપ જેવા ઓનલાઈન પ્લેટફોર્મને પણ આ માટે સંઘર્ષ કરવો પડે છે. કંપનીએ ફેક ન્યૂઝ અને ડીપફેક્સને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે.
વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ મિસઈન્ફોર્મેશન કોમ્બેટ એલાયન્સ (MCA) સાથે ભાગીદારી કરવાનો નિર્ણય કર્યો છે. આગામી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, આ બંને સાથે મળીને ફેક ન્યૂઝ અને ખોટી માહિતીને રોકશે. ભારતમાં થોડા મહિનામાં ચૂંટણી યોજાવાની છે, આવી સ્થિતિમાં કંપની તેના પ્લેટફોર્મને ફેક ન્યૂઝ વગેરેથી મુક્ત રાખવા માંગે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા અઠવાડિયે મેટાએ WhatsApp પર એક ફેક્ટ-ચેકિંગ હેલ્પલાઇન શરૂ કરવાનું કહ્યું હતું. અસામાજિક તત્વો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા ઓનલાઈન ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. આને સામાન્ય રીતે ડીપફેક કહેવામાં આવે છે, જે લોકોમાં મૂંઝવણ પેદા કરે છે.
હવે ફેક ન્યૂઝ પર કઈ રીતે અંકુશ આવશે તેની વાત કરવાંઆ આવે તો, ડીપફેક જેવા મામલાઓ પર કડક કાર્યવાહી કરવા માટે, કંપનીએ નિવારક પગલાં લેવાનું નક્કી કર્યું છે. Meta’s Deepfake Analysis Unit (DAU) ફેક ન્યૂઝને રોકવા માટે કામ કરશે. આનાથી ભારતમાં સોશિયલ મીડિયા પર AI દ્વારા જનરેટ કરવામાં આવતી ખોટી માહિતીનો ફેલાવો અટકાવવામાં આવશે. આનાથી વોટ્સએપ પર ફેક ન્યૂઝ વગેરેને રોકવામાં મદદ મળશે.
મેટા એકમાત્ર એવી કંપની નથી જેણે ભારતને ધ્યાનમાં રાખીને ફેક ન્યૂઝ સામે કડક પગલાં લેવાનો પ્રયાસ કર્યો હોય. અગાઉ ડિસેમ્બર 2023માં યુટ્યુબ ઈન્ડિયાએ પણ આવું જ કંઈક કર્યું હતું. યુટ્યુબે વિશ્વસનીય સ્ત્રોતો દ્વારા સાચા સમાચાર લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે.
તાજેતરમાં Meta એ WhatsApp બિઝનેસને સુધારવા માટે નવા ફીચર્સ બહાર પાડ્યા છે. ભારતીય બિઝનેસના દૃષ્ટિકોણથી વોટ્સએપ બિઝનેસ પર 5 કરોડ ગ્રાહકો છે. તે દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. તેથી જ ભારતીય કંપનીઓ અને ગ્રાહકો તેનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.




