Blog

હાર્ટ એટેક આવે તો શું કરવુ…? .ગરબા સંચાલકોએ લીધી તાલીમ…હવે વાંધો નહીં આવે…!

હાર્ટ એટેક આવે તો શું કરવુ...? .ગરબા સંચાલકોએ લીધી તાલીમ...હવે વાંધો નહીં આવે...!

સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત ભરમાં યુવાનોને હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સા વધ્યા છે… ત્યારે નવરાત્રિના તહેવારને લઈને હવે આરોગ્ય વિભાગે પણ કમર કસી લીધી છે…

જિલ્લા મથક હિંમતનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં યુવાનોને હાર્ટ એટેક આવવાના બનાવોમાં સીપીઆર આપી તેમનો જીવ બચાવી શકાય તે માટે  એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે…

નવરાત્રી માટે  ચલાવતા ગરબા ક્લાસીસના સંચાલકો સહિતના, પાર્ટી પ્લોટના સંચાલકો સહિતનાને આજે મેડિકલ કોલેજ ખાતે હાર્ટ એટેક આવે તો તાત્કાલિક સારવાર કઇ રીતે આપી શકાય તેની સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી…

અને સી.પી.આર આપી કઈ રીતે કોઈનો જીવ બચાવી શકાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.. આ કાર્યક્રમમાં 15 જેટલા ગ્રુપ હાજર રહ્યા હતા…અને તાલીમ‌ લીધી હતી.. તેથી હવે કોઇ વાંધો નથી. ગરબે ઘૂમો…કૂદકા મારો…ડોન્ટવરી……

Related Articles

Back to top button