sabarkatha

યે ક્યા હો રહા હૈઃ કાર્યકરોને પોલીસે ધમકાવ્યા તો ધારાસભ્યે પત્રકારોને ધમકાવ્યાં…

યે ક્યા હો રહા હૈઃ કાર્યકરોને પોલીસે ધમકાવ્યા તો ધારાસભ્યે પત્રકારોને ધમકાવ્યાં...

સાબરકાંઠામાં લોકસભાની ચૂંટણી માટે ભાજપે પસંદ કરેલા મહિલા ઉમેદવારની સામેનો વિરોધ હજુ શમ્યો નથી. કેમ કે હિંમતનગરના સહકારી જિન ખાતે આવેલા ભાજપના ચૂંટણી કાર્યાલય ખાતે ભાજપના કાર્યક્રમમાં  ભાજપ કાર્યકર્તાઓએ  હોબાળો મચાવ્યો હતો.

આ પ્રસંગે પોલીસની એન્ટ્રી જોવા મળી હતી. જેમાં ભાજપના કાર્યકર્તાઓને પોલીસ ધમકાવતી હોવાના મામલે  ભારે હોબાળો થયો હતો. આ તે કેમ ચાલે….એવી લાગણી કાર્યકરો વ્યકત કરી રહ્યાં હતા. લોકસભાના ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓને આ રીતે પોલીસ ધમકાવી રહી હોય ત્યારે  ભાજપની મિટિંગમાં જ કાર્યકર્તાઓએ નારાજ થયા તો મિટિંગમાં હિંમતનગરના ધારાસભ્ય વી ડી ઝાલા પણ ભાન  ભૂલ્યા હોય તેમ વિડીયોગ્રાફી કરી રહેલા પત્રકારોને ધમકીઓ આપી હતી….

નોંધનીય છે કે વી ડી ઝાલા ત્રણ દિવસ પૂર્વે જ તલોદ શહેરના મહામંત્રી અને જિલ્લા પંચાયતના મહિલા સદસ્યને અપશબ્દો બોલીને વિવાદમાં આવ્યાં હતા અને હવે પત્રકારોને ધમકાવીને પાર્ટીને નુકશાન પહોંચાડી રહ્યાં હોવાની લાગણી જોવા મળી હતી.એટલુ જ નહીં પણ તેમણે વિરોધ કરી રહેલા ભાજપના સદસ્યનપણ  ધારાસભ્યને આડા હાથ લીધા હતા. લોકસભાના બેઠકના ઉમેદવાર શોભના બારૈયાને બદલવા ભાજપના જ કાર્યકર્તાઓ  છેલ્લા આઠ દિવસથી વિરોધ કરી રહ્યાં છે. છતાં હાઇકમાન્ડ દ્વારા હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.

Related Articles

Back to top button