राष्ट्रीय
વેલકમઃ બોક્સર વિજેન્દ્રસિંહ પણ જોડાયા કેસરિયા પાર્ટીમાં…
વેલકમઃ બોક્સર વિજેન્દ્રસિંહ પણ જોડાયા કેસરિયા પાર્ટીમાં...
આંતરરાષ્ટ્રીય બોકસર વિજેન્દ્ર કુમારને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તે આજે ભાજપમાં સામેલ થયા છે. વિજેન્દ્ર સિંહને બોક્સિંગમાં પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.બોક્સર વિજેન્દ્ર સિંહ આજે ભાજપમાં જોડાયો છે.. તેઓ આજે બપોરે 3 વાગ્યે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયો છે. તેમણે વર્ષ 2019માં કોંગ્રેસની ટિકિટ પર દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લડી હતી.
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. બોકસર વિજેન્દ્ર સિંહ ભાજપમાં જોડાયો છે. આ પહેલા તેમણે સોશિયલ મીડિયા પર એક લાઈન પોસ્ટ કરી હતી. ત્યારબાદ એવી અટકળો થઈ રહી હતી કે, વિજેન્દ્ર સિંહ ભાજપમાં સામેલ થઈ શકે છે. અને આ લખાય છે ત્યારે તેઓ ભાજુપમાં જોડાઇ ગયા છે.




