આખરે કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આજે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. છેલ્લાં કેટલાક સમયથી આ અંગેની અટકળો મિડિયામાં ચાલી રહી હતી અને એક તબક્કે મોઢવાડિયાએ તેનો ઇન્કાર પણ કર્યો હતો.
અર્જૂન મોઢવાડિયા હવે આગામી ગણતરીના દિવસોમાં જ ભાજપમાં જોડાશે. લોકસભાની આગામી ચૂંટણીની સાથેસાથે યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અર્જૂન મોઢવાડિયા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલવશે એમ મનાઇ રહ્યું છે. તેઓ કાલે ભાજપમાં જોડાઇ શકે છે.




