sabarkathaराष्ट्रीय
વજાપુરના ભાજપના બની બેઠેલા કાર્યકર્તા કિશોરસિંહ ઝાલાની હની ટ્રેપ કેસમાં ધરપકડ
વજાપુરના ભાજપના બની બેઠેલા કાર્યકર્તા કિશોરસિંહ ઝાલાની હની ટ્રેપ કેસમાં ધરપકડ
તલોદ તાલુકાના વજાપુર ગામનો વતની અને ભાજપના બની બેઠલા એક કાર્યકર્તા નામ છે કિશોરસિંહ ઝાલા. અને એ કહેવાતા કાર્યકર્તાની પોલીસે ધરપકડ કરી છે અને તે પણ બહુચર્ચિત પાટણના ચકચારી હનીટ્રેપ કેસમાં.
ભારે ચકચાર જગાવનાર આ હનીટ્રેપ કેસમાં પોલીસે કિશોરસિંહ ઝાલાની અટકાયત કરી છે. આરોપ એ છે કે 3 મહિલાઓ અને એક પુરુષ સહિત કિશોરસિંહ ઝાલાએ એક બિલ્ડરને હની ટ્રેપના કેસમાં ફસાવી દસ લાખની માંગ કરી હતી. અને સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો ત્યારે તપાસમાં ખુલ્યું ઝાલાનું નામ ખુલ્યુ હતું. જેઓ પોતાને ભાજપના કાર્યકર ગણાવે છે.
પાટણ પોલીસે હાલ 3 મહિલા અને એક પુરુષ સહિત કિશોરસિંહ ઝાલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.




