राष्ट्रीयઅરવલ્લી

મોડાસામાં રાષ્ટ્રપતિ મુર્મુના વરદહસ્તે આયુષ્માન ભવઃ કાર્યક્રમનું વર્ચ્યુઅલી લોન્ચીંગ…

પ્રતિનિધિ:-કનુ (કરણ) વાળંદ, અરવલ્લી-મોડાસા…..

ગુજરાતની મુલાકાતે પધારેલા દેશના માન. રાષ્ટ્રપતિ મહામહિમ શ્રીમતી દ્રોપદી મુર્મુના વરદહસ્તે સમગ્ર દેશમાં આયુષ્માન ભવઃ કાર્યક્રમનું વર્ચ્યુઅલી લોન્ચીંગ કરવામાં હતું. આ પ્રસંગે અરવલ્લી જિલ્લામાં મોડાસાના ટાઉન હોલ ખાતે કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરિકની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આયુષ્માન ભારત યોજના અને આભા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ અંગદાન અંગે સંકલ્પ લીધા હતા.

આ પ્રસંગે કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરિકે જણાવ્યું કે, આરોગ્ય વિભાગની આયુષ્માન ભારત યોજના સહિત તમામ યોજનાઓનો લાભ લાભાર્થીઓને પોતાના ગામમાં જ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે.

તા.૨ ઓક્ટોબરના રોજ આયુષ્માન ગ્રામસભા અંતર્ગત ગામમાં લાભ લીધેલ લાભાર્થીના અનુભવ શેર કરી વધુમાં વધુ અને બાકી રહી ગયેલા લાભાર્થીઓ કાર્ડ મેળવે તે માટે પ્રચાર-પ્રસાર કરીને જન જાગૃતિ હાથ ધરાશે અને જે ગામમાં 100% કામગીરી થઇ હોય તેમને પ્રોત્સાહીત કરાશે.

આ ઉપરાંત દરેક તાલુકામાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાવાસીઓને રક્તદાન કરવાની અપીલ કરતાં કલેક્ટરશ્રીએ કહ્યું કે, લોકો રક્તદાન અને અંગદાન કરતા થાય એ માટે જિલ્લામાં રક્તદાન અને અંગદાન અંગેની જાગૃતિ ફેલાવવામાં આવશે. જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરોમાં આયુષ્યમાન મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.   

Related Articles

Back to top button