વિજયનગરઃવરસાદી પાણીથી ભારે નુકશાનીની રડતા રડતાં રજૂઆત કર રહ્યાં છે દુકાનદારો..!.
વિજયનગરઃવરસાદી પાણીથી ભારે નુકશાનીની રડતા રડતાં રજૂઆત કર રહ્યાં છે દુકાનદારો..!.
સાબરકાંઠાના પર્યટન અને ઐતિહાસિક સ્થળ વિજયનગર હાલમાં જળ બંબાકાર બની ગયું છે: વરસાદ ખાબકતા અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે. વિજયનગર કે જે હાલ ભારે વરસાદને કતારણે જળબંબાકાર છે ત્યારે આવી જ ઘટના 2006માં આવી ઘટના બની હતી.
વિજયનગરના તાલુકા મથક પર વરસાદને કારણે 10 થી 15 દુકાનો વરસાદી પાણી પ્રવેશ્યાં હતા. મળતી માહિતી મુજબ, ફ્રુટના એક વેપારીનીં લારી તેમજ બે કેબિન નદીમાં તણાઈ ગયાની ઘટના બની છે.
મધરાત્રિ દરમિયાન વિજયનગર તાલુકા વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો જેને પગલે અહીંની નદીમાં ભારે પૂર આવ્યું હતું. અને 10 થી 15 દુકાનોમાં પાણી પ્રવેશ્યું હતું જેમાં ડેરી,ફરસાણ ની દુકાન ,ઘડિયાળની દુકાન, સોના-ચાંદીની દુકાન,બુક સ્ટોર, સાડીની દુકાનમાં પાણી પ્રવેશતા મોટું નુકસાન થયેલ છે.
તમામ દુકાનના માલિકો સાથે વાતચીત કરતા કરતા તેમની આંખ માંથી આંસુ સરી પડી ગયાં હતાં અને પાણીથી લથબથ બની ગયેલી દુકાનો અને .લોકો હવે મેઘરાજા થંભે તેવી રાહ જોઈ રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં ભારે પાણી આવતા દુકાનોમાં પાણી પ્રવેશી ગયું છે.

વિજયનગરમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વિજયનગર ફરી જળ બંબાકાર બન્યું છે. દુકાનો પાણીથી તરબોળ થયા છે.જ્યારે આ ઘટના સ્થળે હાલ વિજયનગરના ગ્રામ પંચાયતના તલાટી સંદીપ પટેલ, અલ્પેશ ડાભી, મૌલિક દરજી, જીગ્નેશ શાહ હાજર હતા ત્યારે આટલું નુકશાન થવા છતાં સત્તાધીશ અધિકારી ઘટના સ્થળે હજી સુધી આવેલ નથી.


લોકોના મુખે ચર્ચા થઈ રહ્યું છે કે અમારું જે નુકશાન થયું છે તેનું સર્વે હવે કોણ કરશે જયારે તંત્ર દ્વારા 2 ઇંચ વરસાદની માહિતી આપેલ છે જયારે લોકોના મુખે ચર્ચા થઈ રહી છે કે વિજયનગર પંથકમાં બે ઇંચ વરસાદ નથી પરંતુ બે થી વધુ ઇંચ વરસાદ પડેલ છે જો બે ઇંચ વરસાદ હોય તો આટલું નુકશાન ના થઇ શકે. એટલે ક્યાંકને ક્યાંક તંત્ર પણ વરસાદના આંકડા સુપાવી રહયા હોવાનો આક્ષેપો લોકો કરી રહ્યા છે





