તાજપુર કેમ્પનો બનાવ, વિદ્યાર્થીઓ પાસે સંડાસ સાફ કરાવતો વિડિયો થયો વાયરલ
પ્રાથમિક શાળાનું વીડિયો સોશીયલ મિડીયામાં વાઇરલ જવાબદાર શિક્ષકો સામે પગલાં લેવા માંગણી

હિંમતનગર: શિક્ષકોએ વિધાર્થીઓ પાસે મુતરડી અને સંડાસ સાફ કરાવતાનું વિડિઓ વાયરલ થયો છે. તાજપુર કેમ્પ વર્ગ શાળાના શિક્ષકોએ તો દાદાગીરીથી વિદ્યાર્થીઓ પાસે સંડાસ અને મુતરડી સાફ કરાવતા સમગ્ર તલોદ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. જવાબદાર શિક્ષકો સામે પગલાં લેવા માંગણી ઉઠી છે.
શાળામાં અભ્યાસ કરવા જતાં વિધાર્થીઓ પાસે સાફસફાઈ કરાવવામાં આવતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે વાલીઓ પેટે પાટા બાંધી વિદ્યાર્થીઓને શાળાએ મોકલતા હોય છે. ત્યારે તલોદ તાલુકાના તાજપુર કેમ્પ વર્ગ શાળાના શિક્ષકો બાળકો પાસે સંડાસ અને મુતરડી સાફ કરાવી રહ્યા હોવાનો વિડિઓ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. જવાબદાર શિક્ષકો સામે પગલાં લેવા માંગણી થઈ રહી છે.
સરકારી શાળામાં વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરે તે માટે સરકાર અલગ અલગ યોજનાઓ બનાવી રહી છે પણ સ્થાનિક સ્તરે તેનો અમલ કેટલો થઈ રહ્યો છે તેની ખાતરી કરવી પણ જરૂરી છે.




