sabarkathaराष्ट्रीय

પોલીસકર્મીએ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી, વિડિયો વાઇરલ…

પોલીસકર્મીએ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી, વિડિયો વાઇરલ...

સાબરકાંઠામાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ આપઘાતનો પ્રયાસ કરતા અને તેનો વિડિયો વાઇરલ કરતાં ચકચીર મચી ગઇ હતી.

વિગતે જોઇએ તો સાબરકાંઠમાં ફરજ બજાવનાર પોલીસકર્મીએ મોડાસા ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.મહેશ નાયી નામનો પોલીસ કર્મી  સાબરકાંઠા ડીએસપી કચેરીમાં નોકરી કરે છે.

આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા પોતાની  આપવીતી નો વિડિઓ બનાવીને  વાયરલ કર્યો હતો. જેમાં  હિંમતનગરના જે ટી પટેલ અને રમેશ પંચાસરાનો વિડિઓમાં ઉલ્લેખ કરતા ચકચાર મચી ગઇ હતી.

કારણમાં તેમણે જણાવ્યું કે પોતાના વિરુદ્ધ ખોટી અરજી કરી માનસિક ત્રાસ અપાતા  આત્મહત્યા નો પ્રયાસ કરોય છે. તેમણે મકાન બનાવતી વખતે લીધેલા રૂપિયા ચૂકવી આપ્યા છતાં ફરી ફરીને માગણી કરાતી હોવાનો ઉલ્લેખ  કરાયો છે.

તેમણે વિડિયોમાં  વિનંતી કરી છે કે, ડીએસપી વિજય પટેલ અને ક્રાઈમ એસીપી ચૈતન્ય મંડલીક તેમને ન્યાય અપાવવા મદદ કરે. ભોગ બનનાર પોલીસ કર્મી હાલ મોડાસા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને પોલીસતંત્રમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

Related Articles

Back to top button