માલપુરનો વાત્રક ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા ઓવરફ્લોની નજીક પહોંચી ગયો છે. ડેમ મુખ્ય સપાટીથી ફક્ત 40 સે.મી. દૂર રહેતા 98 % ભરાયો હતો.

વાત્રક ડેમની મુખ્ય સપાટી 136.25 મીટર છે અને હાલ ડેમની સપાટી 135.85 મીટરે પહોંચી ગઇ છે. જેના પગલે સિંચાઈ વિભાગે વાત્રક ડેમ હાઈ એલર્ટ સ્ટેજની જિલ્લા કલેક્ટરને જાણ કરી છે.,
ઉપરવાસના વરસાદથી વાત્રક ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે અને તે સતત ચાલુ છે. જો કે જિલ્લાના માઝૂમ, મેશ્વો , વૈડી અને વારાસી ડેમ 100 % ભરાયા છે. માઝૂમ ડેમમાં 700 ક્યુસેકની આવક સામે 700 જાવક જ્યારે, મેશ્વો ડેમમાં 640 ક્યુસેક આવક સામે 640 જાવક અને વૈડી જળાશયમાં 562 ક્યુસેક આવક સામે 562 જાવક નોંધાઇ હતી.




