માન. ગૃહમંત્રી અમિતભાઇ શાહના જન્મદિને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું…
માન. ગૃહમંત્રી અમિતભાઇ શાહના જન્મદિને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું...
કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ પ્રસંગે સાબરકાંઠા બેંક દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા.

જેમાં પ્રાથમિક શાળાના બાળકો અને બાલવાડીના બાળકોને બિસ્કીટ વિતરણ બેંકના સભાસદો માટે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના વિગેરેની માહિતી આપવામાં આવી હતી. ખેરાડી ગામમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું.
ગુજરાતના પનોતા પુત્ર એવા કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમીતભાઈ શાહના 59મા જન્મદિવસ નિમિત્તે ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. દ્વારા સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લામાં વીવીધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં હિંમતનગર તાલુકાના જાંબુડી ગામે પ્રાથમિક શાળા તથા બાલવાડીના વિદ્યાર્થીઓને બિસ્કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ધી ભજપુરા ગ્રુપ સેવા સહકારી મંડળી લી., તા. વડાલી ખાતે ખેડૂત સભાસદોને કે.સી.સી યોજના, અન્ય ધીરાણ યોજના તથા સભાસદોની સુરક્ષા માટે અપાતી વીમા યોજના જેવી કે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના વિષે માહિતી આપી અને આ બધી યોજનાના ઊપયોગ થી થતાં ફાયદા અંગે માહિતી આપવામાં આવી હતી.
તેમજ કડીયાદરા ગ્રુપ સેવા સહકારી મંડળી તા. ઈડર ખાતે ખેડૂત સભાસદોને જેમા કે.સી.સી યોજના, અન્ય ધીરાણ યોજના તથા સભાસદો ની સુરક્ષા માટે અપાતી વીમા યોજના જેવી કે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના વિષે માહિતી આપી અને આ બધી યોજના ના ઊપયોગ થી થતાં ફાયદા અંગે માર્ગદર્શન આપેલ. તેમજ મુ.પો ખેરાડી, તા. ભીલોડા, જિલ્લો અરવલ્લી ખાતે ખેરાડી દુધ ઉત્પાદક સહકારી મંડળી ના પટાંગણમાં ગ્રામજનો ની હાજરીમાં વૃક્ષારોપણનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમમાં સાબરકાંઠા બેંકના અધિકારીગણ, કર્મચારીમિત્રો પણ જોડાયા હતા.




