સાબરકાંઠા જીલ્લાના ઇડર શહેરના વતની પરમાર ભરતકુમાર હીરાભાઈ , પરમાર હરેશભાઇ જ્યંતિભાઈ અને સોલંકી નિખિલકુમાર પ્રવિણભાઇ સાથે સમાજના અન્ય યુવાનો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા હતા આ ત્રણેય યુવાનોએ ઇડર શહેરમા સરકારી ભરતીની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના રિડ્સ ગ્રુપ ઇડર (READS GROUP idar) દ્વારા ચાલતા વિનામૂલ્યે કલાસમા કોચિંગ મેળવ્યુ હતુ
જેમા તેઓએ બિન સચિવાલય કલાર્કની સાથે અન્ય પરીક્ષાઓ પણ આપી હતી જેમા પરમાર ભરતએ (૧) સબ ઓડિટર ૧૮૨ રેંક – ૧૪૯.૯૦ માર્ક અને (૨) પોલીસ કોન્સ્ટેબલ ૫૫૧ – ૭૯.૦૨૫ માર્ક મેળવ્યા હતા સોલંકી નિખિલએ બીએસસી ,બીએડ્ ,એમએલટી (B.sc B.ed MLT) સુધી અભ્યાસ કરેલ છે અને (૧) સિનિયર ક્લાર્ક – સમગ્ર ગુજરાતમા ૧૧૭મો નંબર ૨૩૮.૦૬ માર્ક્સ સાથે (૨) લેબોરેટરી ટેક્નિશિયનનો સમાવેશ થાય છે.…




