राष्ट्रीयઅરવલ્લી

વયનિવૃત્તિ સન્માન સમારંભમાં બે શિક્ષિકાબેનોનું સન્માન કરવામાં આવ્યું..

કનુ (કરણ) વાળંદ,અરવલ્લી-મોડાસા…..

અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શાળામાં આજરોજ  વયનિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો હતો.

 આ કાર્યક્રમ શિક્ષિકાબેન શ્રીમતી રશ્મિબેન શશીકાંતભાઈ પટેલ તથા સેવિકાબેન તરીકે સવિતાબેન પ્રજાપતિનું વય નિવૃત્તિ સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો.

આ વિદાય સન્માન સમારંભમાં ઉપસ્થિત રહેલા કેળવણી મંડળના પ્રમુખશ્રી બીપીનભાઇ. ર .શાહ સાહેબ તથા ઉપપ્રમુખ શ્રી પંકજભાઈ બુટાલા સાહેબ અને મંત્રીશ્રી કે .કે શાહ સાહેબ એ મંડળ પરિવાર વતી પ્રેરણારૂપી શબ્દોથી થતા બુકે અને ભેટ અર્પણ કરી બંને બહેનોને સત્કાર્યા હતા.

કાર્યક્રમનું સંચાલન કરનાર નીલમબેન, વર્ષાબેન મનીષાબેનને પણ અભિનંદન આપ્યા હતા. શાળાના આચાર્યશ્રી ધર્મેશભાઈ તથા શાળા પરિવાર વતી બંને કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Back to top button