sabarkathaराष्ट्रीय

માન્યવર શ્રી કાંશીરામજીને અપાઇ ભવ્ય અને દિવ્ય ભાવભીની શ્રધ્ધાંજલિ..જય ભીમ..

પ્રતિનિધિ:રાહુલ સિંહલ હિંમતનગર સાબરકાંઠા…..

હિંમતનગરમાં  બહુજન સમાજ પાર્ટી સાબરકાંઠા જિલ્લા યુનિટ દ્વારા મહાનાયક, બહુજન OBC SC STના મસીહા, સમાનતા ન્યાય ભાઈચારાના પ્રખર હિમાયતી, લોકશાહીના પ્રબળ રક્ષક અને બામસેફ, ડી. એસ. ફોર. અને બહુજન સમાજ પાર્ટીના સ્થાપક., માન્યવર કાંશીરામ સાહેબના 16મા મહાપરિનિર્વાણ દિવસ પર  હિંમતનગરમાં શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ મહેમાન તરીકે માન. પ્રદીપ પરમાર સાહેબ, મહામંત્રી ગુજરાત પ્રદેશના. અધ્યક્ષસ્થાને માન. અનિલ આર પરમાર,  અતિથિ વિશેષ તરીકે જિલ્લા પ્રભારી સોનસિંહ સી ઝાલા સાહેબ. અને હિંમતનગર તાલુકા પ્રમુખ રાહુલ બી સિંહલ સાહેબ.ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

વિગતે જોઈએ તો પ્રદેશ મહામંત્રી પ્રદીપ પરમાર સાહેબે મનુવાદી, અને મૂડીવાદી સરકાર સામે જાહેર મંચ પર નિશાન સાધતા તેમણે જણાવ્યું હતું કે આ સરકાર ફક્તને ફક્ત તમારો ઉપયોગ કરી છે અને તમને ગુલામ બનાવી રહી છે.

તેમણે એ પણ ઘણી બાબતો જણાવી હતી કે જે વાયદા કર્યા પણ પૂરા નથી અને આપણાં સમાજ પર થતા અત્યાચારો સામે આ લોકો અવાજ નથી ઉઠાવતા કે નથી તો રક્ષણ આપતા જેવી અનેક બાબતો પર ધ્યાન રાખવાની વાત સાહેબે કરી હતી.

બહુજન સમાજ પાર્ટી ના પૂર્વ પ્રભારી અને પ્રવક્તા ધીરજ ભાઈ લેઉઆ સાહેબે પણ મિશનની શરૂઆત કઈ રીતે અને કોને ક્યારે કરી અને આપણાં મહા પુરુષો એ કેવા કેવા સંઘર્ષ કર્યા અને માન્યવર કાશીરામ સાહેબ ક્યારે મિશનમાં જોડાયા અને આપણને સત્તા અપાવી એ વિષય પર ઘણી વાત કરી હતી.

ત્યારબાદ હિંમતનગર તાલુકા પ્રમુખ રાહુલ સિંહલ સાહેબે પણ કાશીરામ સાહેબે કરેલી વાત કે ગંદકી માથી કેવી રીતે બહાર નીકળવું  એ વાત કરી કાશીરામ સાહેબને યાદ કર્યા હતા અને જિલ્લા અધ્યક્ષ અનિલ પરમાર સાહેબને પણ સંગઠન મજબૂત કરવાની અને આપણી વિચારધારા અને પાર્ટીને ઘર ઘર સુધી પહોંચાડી અને સાબરકાંઠા જિલ્લામાં પરચમ લહેરવવા ની તૈયારી બતાવી હતી.

ડૉ, બાબાસાહેબ આંબેડકરને ફૂલહાર કરી કાશીરામ સાહેબને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી આ પ્રસંગે  પાર્ટીના હોદ્દેદારો કાર્યકર મિત્રો અને યુવાનો અને મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમની નોંધ ગુજરાતના બહુજન ન્યૂઝ ચેનલ Dkk Newsના તંત્રી કૌશિકભાઈ સિંધવાણી સાહેબે લીધી હતી અને કાર્યક્રમને લાઈવ કવરેજ કરવા આવ્યો હતો જેને ખૂબ આવકાર મળ્યો હતો અને હજારો લોકોએ તે નિહાળ્યો હતો. બહુજન સમાજ પાર્ટી સાબરકાંઠા જિલ્લા યુનિટને કૌશિકભાઈ અને તેમની ટીમને ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

Related Articles

Back to top button