ટીએમસીના ગુંડાઓ ઘરે ઘરે જઇને ખૂબસુરત મહિલાઓને શોધી રેપ કરે છેઃ સ્મૃતિનો દાવો…
ટીએમસીના ગુંડાઓ ઘરે ઘરે જઇને ખૂબસુરત મહિલાઓને શોધી રેપ કરે છેઃ સ્મૃતિનો દાવો...
પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે. તેમને આરોપ છે કે ફરાર ટીએમસી નેતા શાહજહાં શેખ અને તેના સમર્થકોએ તેમની જાતીય સતામણી કરી હતી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદા બોઝે સોમવારે સંદેશખાલી વિસ્તારની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે તેઓ ત્યાંના ઘટનાક્રમને જોઇને તે સ્તબ્ધ છે. સાથે જ આ મુદ્દે બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને ટીએમસી પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
સંદેશખાલી હિંસા પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે મમતા બેનર્જી હિન્દુઓના નરસંહાર માટે જાણીતા છે. હવે તે પોતાના માણસોને ટીએમસી કાર્યાલયમાં યુવા પરિણીત હિન્દુ મહિલાઓને બળાત્કાર માટે લઇ જવાની મંજૂરી આપશે. આ આ વ્યક્તિ કોણ છે જેના પર સંદેશખાલીની બંગાળી હિન્દુ મહિલાઓ પર સામૂહિક રેપનો આરોપ લગાવ્યો? અત્યાર સુધી દરેક વિચારી રહ્યા છે કે શેખ શાહજહાં કોણ છે. હવે મમતા બેનર્જીએ આ સવાલનો જવાબ આપવો પડશે, શેખ શાહજહાં ક્યાં છે?
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે સંદેશખાલીમાં કેટલીક મહિલાઓએ પોતાની આપવીતી મીડિયા સમક્ષ વર્ણવી છે. મહિલાઓએ કહ્યું છે કે ટીએમસીના ગુંડાઓ દરેક ઘરની સૌથી સુંદર મહિલાને ઓળખવા માટે ઘરે-ઘરે ગયા હતા. તેઓએ તેમના પતિને કહ્યું કે તમે પતિ હોવા છતાં, હવે તમારી પત્ની પર તમારો કોઈ અધિકાર નથી. તેઓ દરરોજ રાત્રે મહિલાઓનું અપહરણ કરતા હતા. જ્યાં સુધી તેઓ સંતુષ્ટ થતા ન હતા ત્યાં સુધી તેઓ અમને છોડતા ન હતા. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે આ તમામ આરોપ ક્ષેત્રની દલિત, એસટી, માછીમાર અને ખેડૂત સમુદાયોની મહિલાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે.




