राष्ट्रीय
ટિપ્સઃ ગરમીમાં રાહત મેળવવા આટલું કરો……રાહત મળશે……
ટિપ્સઃ ગરમીમાં રાહત મેળવવા આટલું કરો......રાહત મળશે......
ભીષણ ગરમીથી તબિયત પર અસર થઇ શકે છે.કોઇ કામ સર બહાર જવુ પડે તો તબિયત સાચવવા શું કરવુ જોઇએ તેની હેલ્થ ટિપ્સ અહીં ઉપલબ્ધ છે. વાંચો…..
બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી.
પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું વધુમાં વધુ પ્રમાણમાં સેવન કરવું.
તાજા ફળો અને શાકભાજી ખાવાથી ગરમીમાં રાહત મેળવી શકાય છે.
બહાર જતી વખતે છત્રીટોપીસ્કાર્ફ સાથે રાખવા.
આચ્છા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવાં.
કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો.
ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
વધુ ગરમીમાં શું ન કરવું જોઈએ…..
તીખું ખાવાનું ટાળવું.
આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળવું.
ચા કોફી અને સોડાવાળા પીણાં પર નિયંત્રણ રાખવું.
લાંબો સમય તડકામાં ન રહેવું.




