ફાસલો ગોઠવનારા વન વિભાગના “ફાસલા” માં આવ્યાં, થશે કડકમાં કડક સજા…
ફાસલો ગોઠવનારા વન વિભાગના “ફાસલા” માં આવ્યાં, થશે કડકમાં કડક સજા...
તા.૧૨.૦૨.૨૦૨૪ ના રોજ નરોડા ગામનાં ગોચર વિસ્તારમાં કલ્ય વાયરનાં ફાસલામાં ફસાઇ ગયેલ દિપડાનું મૃત્યુ નીપજેલ હતુ. જે બાબતે સાબરકાંઠા વન વિભાગનાં નાયબ વન સંરક્ષકશ્રી હર્ષ જે. ઠકકર, મદદનીશ વન સંરક્ષકશ્રી વનરાજસિંહ આર.ચોહાણનાં માર્ગદર્શન હેઠળ ફાસલા ગોઠવી ગેરકાયદેસર શિકારની પ્રવૃતિ આચરનાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
જેમાં અનિરુધ્ધસિંહ એમ.સિસોદીયા, આર.એફ.ઓશ્રી રાયગઢ, વસંતસિંહ વી.ઝાલા, વનપાલ પુનાસણ, મુકેશભાઇ ટી.ડાભી વનપાલ રાજેન્દ્રનગર તેમજ રાયગઢ રેન્જના વનપાલ, વનરક્ષકો અને રોજમદારોનાં સ્ટાફ ધ્વારા માતબર સમય મર્યાદામાં ફકત ૩ દિવસમાં ગેરકાયદેસર ફાસલો ગોઠવનાર આરોપીઓને ઝડપી પાડેલ ગુન્હામાં સંડોવાયેલ પાંચ આરોપીઓ નરોડા પાસેનાં ખાપરેટા ગામના છે.
તમામ આરોપીઓએ એક બીજાની મદદગારીથી પૂર્વ આયોજીત કાવતરુ રચીને શિકારનો ઇરાદાપૂર્વક ફાસલો નાખેલ હતાં જેમાં વન્યપ્રાણી દિપડો નર નંગ-૧ (અનુસુચી-૧) માં સમાવિષ્ટનું મૃત્યુ નિપજયુ હતુ.
આરોપીઓ વિરુધ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમ-૨(૧૬) અને ૯ તેમજ અન્ય કલમો અન્વયે બિનજામીન – પાત્ર ગુનો બનતો હોઇ સદર ગુનામાં આરોપીઓને ઓછામાં ઓછી ૩ વર્ષ અને વધુમાં વધુ ૭ વર્ષ કેદની સજા જોગવાઇ થયેલ છે.
સદર ગુનાના આરોપીઓ (૧) ખરાડી અનીલભાઇ ઇશ્વરભાઇ – ઉ.વર્ષ -૨૬ (૨) ખરાડી હરીશભાઇ ઇશ્વરભાઇ – ઉ.વર્ષ -૨૫ (૩) ખરાડી દિનકરભાઇ અમૃતભાઇ – ઉ.વર્ષ -૨૧ (૪) ખરાડી અક્ષયકુમાર લક્ષ્મણભાઇ – ઉ.વર્ષ -૨૧ (૫) ખરાડી અલ્પેશભાઇ કાન્તિભાઇ ઉ.વર્ષ -૨૦ તમામ રહે. જોડ-ખાપરેટા, – તા.હિંમતનગર, જી.સાબરકાંઠાનાઓને અટક કરી ગુન્હાની ઝીણવટ ભરી તપાસ અર્થે કોર્ટ ધ્વારા તમામ આરોપીઓનાં રિમાન્ડ મંજુર થતાં આરોપીઓની ઝીણવટ ભરી અને ઉંડાણ પૂર્વકની તપાસ કરી કડકમાં કડક સજા આરોપીઓને થાય તેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.




