राष्ट्रीयઅરવલ્લી

આને કહેવાય પ્રજાનો પ્રેમ અને સ્નેહઃ પીઆઇને ઘોડા પર બેસાડી અપાઇ વિદાય…!

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા……….

અરવલ્લીમાં અનેક પોલીસ અધિકારીઓ ફરજ બજાવીને ગયા પરંતુ  કોઇને ઘોડા પર બેસાડીને વિદાય આપવામાં આવી હોય તેવો કદાજ આ પહેલો કિસ્સો હશે.

વિગતે જોઇએ તો, જિલ્લાના ભિલોડાના પીઆઇનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. પીઆઇ એમ જી વસાવાની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં યાદગાર રૂપે પીઆઇને ઘોડા પર બેસાડીને  વરઘોડો યોજીને પીઆઇ પર ફૂલોનો વરસાદ કરી  વિદાય આપવામાં આવી હતી.

આ પ્રસંગે ભિલોડાના વેપારીઓ, રાજકીય અગ્રણીઓ  ખાસ હાજર રહ્યા હતા. પોતાને આટલા બધા માન-સન્માનથી વિદાય આપતાં પીઆઇ અત્યંત ભાવુક થયા હતા.તો તેમની વિદાયની સાથે સાથે નવા આવેલા પીઆઇ ગરાસિયાને આવકાર્યા હતા.

બદલી પામેલ પીઆઇ એમ જી વસાવાએ કેળવેલ પ્રેમ વિદાય વખતે સામે આવ્યો અને તેમણે  તમામ તાલુકા વાસીઓનો  ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

Related Articles

Back to top button